Aadhaar With PAN Card Link : હાલમાં આધાર અને પાનકાર્ડ લિંકનો (Aadhaar With PAN Card Link) મુદ્દો ખુબ ચર્ચામાં આવ્યો છે. તેવામાં છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા આ બાબતનો એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. જેમાં હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો, પાનને આધારકાર્ડ સાથે લિંક (Link PAN with Aadhaar) કરવુ ફરજીયાત નથી તેવું જણાવ્યું છે. પરંતુ આ વાયરલ થઈ રહેલો મેસેજ તદન ખોટો (Fake message Viral) છે. જો તમે પાન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક નહીં કરાવ્યું હોય તો મુશ્કેલીમાં મુકાઈ શકો છો.
આવકવેરા વિભાગની જાહેરાત અનુસાર, જો 31 માર્ચ પહેલા આધાર કાર્ડ અને પાનકાર્ડ લિંક નહીં કરો તો તમારે 10 હજાર રૂપિયાનો સુધીનો દંડ ભરવો પડશે. જો 31 માર્ચ પછી જેમના પાનકાર્ડ અને આધારકાર્ડ લિંક નહીં હોય, તેમના પાન કાર્ડ બંધ થઈ જશે. જેના કારણે વ્યક્તિના પાનકાર્ડ સંબંધિત તમામ કામ અટકી પડશે. હાલમાં રૂપિયા 1 હજારની ફી ચુકવીને આધાર કાર્ડ અને પાનકાર્ડ લિંક કરાવી શકાય છે.
ફેક વાયરલ મેસેજમાં જણાવાયું છે કે, ગુજરાત હાઇકોર્ટનો મહત્વનો ચુકાદો: પાનને આધાર કાર્ડ સાથે લિંક કરવું ફરજિયાત નથી, હાઇકોર્ટે એક ચુકાદામાં ઠેરવ્યું છે કે આધારકાર્ડ સાથે પાનકાર્ડ લિંક કરવા મામલે સુપ્રીમમાં અરજી પેન્ડિંગ છે. આ ચુકાદો ન આવે ત્યાં સુધી ઇન્કમટેક્સ પાનકાર્ડને આધાર સાથે જોડવાનો નિયમ લાગુ પાડી રિટર્ન ભરતા અટકાવી શકે નહીં. હાઇકોર્ટના એડવોકેટ બંદીશ સોપારકરે 2017માં અરજી કરી હતી. તેમાં રજૂઆત કરાઈ હતી કે, આધારકાર્ડ સાથે પાનકાર્ડ જોડવામાં આવે તો તેના બાયોમેટ્રિક ડેટા લિંક થવાનો ભય રહે છે. અને પાનકાર્ડ ન જોડવાને લીધે પાનકાર્ડ સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવાય તો અરજદાર પોતાનું બેન્ક એકાઉન્ટ ઓપરેટ કરી શકે નહીં.
તેથી આધાર સાથે પાનકાર્ડ ફરજિયાત જોડવાનો આઇ.ટી વિભાગનો નિર્ણય ગેરબંધારણીય છે. અરજદાર દ્વારા તેમના આધારકાર્ડ સાથે પાનકાર્ડ લિંક નહીં કરાતા તેમનું પાનકાર્ડ સસ્પેન્ડ કરવાના નિર્ણયને હાઇકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, રોજર મેથ્યુ સામે સાઉથ ઇન્ડિયન બેન્ક લિમિટેડનો કેસ સુપ્રીમમાં પડતર છે તેના પર જ્યાં સુધી સુપ્રીમ કોર્ટ આખરી નિર્ણય ન લે ત્યાં સુધી સરકાર આધાર સાથે પાનનો નિયમ ફરજિયાત કરી શકે નહીં.
પાન કાર્ડ ને તુરંત આધાર કાર્ડ સાથે લિંક કરાવો, નહિં તો રૂ. 10 હજાર સુધીની પેનલ્ટી ભરવી પડશે
Aadhaar With PAN Card Link કરવા માટે જરૂરી લિંક: