AMC Recruitment 2023: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન માં 171 જગ્યાઓ પર ભરતી

AMC Recruitment 2023: આજ ના સમય માં નોકરી મેળવવી એ મોટી વાત કહેવાય એમાં જો સરકારી નોકરી મળે તો આપનું તથા આપના પરિવાર ની જીવન બદલાઈ જાય. એટલે અમે દરરોજ સરકારી તથા ખાનગી નોકરી ની જાહેરાત ની વિવિધ માહિતી આપ ની સાથે શેર કરીએ છીએ. આજે ની ભરતી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન માં આવી છે. તો આ Ahmedabad Municipal Corporation (AMC) Recruitment 2023 પોસ્ટ ને છેલ્લા સીધી જરૂર વાંચજો અને આપ ના મિત્રો સાથે શેર જરૂર કરજો.

AMC Recruitment 2023 | Ahmedabad Municipal Corporation Recruitment 2023

સંસ્થાનું નામ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન
પોસ્ટનું નામસહાયક ટેકનીકલ સુપરવાઇઝર
સહાયક સબ ઇંસ્પેકટર
સહાયક ગાર્ડન સુપરવાઇઝર
નોકરીનું સ્થળઅમદાવાદ
અરજી કરવાનું માધ્યમઓનલાઇન
પોસ્ટ નું વર્ષ 2023
પોસ્ટ ની ભાષા ગુજરાતી
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ28 માર્ચ 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંકhttps://ahmedabadcity.gov.in

પોસ્ટનું નામ:

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ 1. સહાયક ટેકનીકલ સુપરવાઇઝર 2. સહાયક સબ ઇંસ્પેકટર 3.સહાયક ગાર્ડન સુપરવાઇઝર ની પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે.

કુલ ખાલી જગ્યા:

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કુલ 171 જગ્યા માટે ભરતી કરવામાં આવી રહી છે.

લાયકાત:

મિત્રો, દરેક પોસ્ટ માટે શેક્ષણિક લાયકાત અલગ અલગ છે જેમાં 10 પાસ, 12 પાસ, સ્નાતક તથા અનુસ્નાતકનો સમાવેશ થાય છે. તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તેની તમામ માહિતી તમે જાહેરાતમાં જોઈ શકો છો.

સહાયક ગાર્ડન સુપરવાઇઝર ની ભરતી માટે નીચે મુજબ લાયકાત નક્કી કરવામા આવી છે.

  • ધોરણ 10 પાસ + ડીપ્લોમા એગ્રીકલ્ચર અથવા
  • ધોરણ 12 પાસ + બી.એસ.સી એગ્રીકલ્ચર અથવા
  • ધોરણ 12 પાસ + બી.એસ.સી. હોર્ટીકલ્ચર

સહાયક સબ ઇન્સ્પેકટર ની ભરતી માટે નીચે મુજબ લાયકાત નક્કી કરવામા આવી છે.

ડી.સી.ઇ. (ડીપ્લોમા ઇન સીવીલ એંજીનીયરીંગ) , બી.ઈ.સીવીલ અથવા તેનાથી ઉચ્ચ લાયકાત ધરાવતા ઉમેદવારો આ જગ્યા માટે અરજી કરી શકસે.

સહાયક ટેકનીકલ સુપરવાઇઝર ની ભરતી માટે નીચે મુજબ લાયકાત નક્કી કરવામા આવી છે.

બી.ઈ. સીવીલ અથવા ડી.સી.ઇ.

પસંદગી પ્રક્રિયા:

AMC ભરતી 2023 માટેની પસંદગી પ્રક્રિયામાં નીચેના તબક્કાઓનો સમાવેશ થાય છે:

  • લેખિત પરીક્ષા
  • વ્યક્તિગત મુલાકાત (PI)
  • દસ્તાવેજ ચકાસણી

પગાર ધોરણ

સહાયક ગાર્ડન સુપરવાઇઝર ની આ ભરતી માટે પ્રથમ 3 વર્ષ સુધી ફીકસ પગાર રૂ. 19950 મળવાપાત્ર છે. ત્યારબાદ કામગીરી મૂલ્યાંકનને ધ્યાનમા રાખી પુરા પગારમા સમાવેશ. 5200-20200 (ગ્રેડ પે 1900)

સહાયક સબ ઇન્સ્પેકટર ની આ ભરતી માટે પ્રથમ 3 વર્ષ સુધી ફીકસ પગાર રૂ. 38090 મળવાપાત્ર છે. ત્યારબાદ કામગીરી મૂલ્યાંકનને ધ્યાનમા રાખી પુરા પગારમા સમાવેશ. સાતમા પગારપંચ પે મેટ્રીકસ 39900-126600

સહાયક ટેકનીકલ સુપરવાઇઝર ની આ ભરતી માટે પ્રથમ 3 વર્ષ સુધી ફીકસ પગાર રૂ. 31340 મળવાપાત્ર છે. ત્યારબાદ કામગીરી મૂલ્યાંકનને ધ્યાનમા રાખી પુરા પગારમા સમાવેશ. સાતમા પગારપંચ પે મેટ્રીકસ 29200-92300

નોકરીનું સ્થળ:

આ ભરતીમાં નોકરીનું સ્થળ અમદાવાદ

વયમર્યાદા:

આ ભરતી માટે ઓછામા ઓછી વયમર્યાદા વધુમા વધુ વયમર્યાદા 30 વર્ષ નિયત કરવામા આવી છે.

અરજી કઈ રીતે કરવી?

AMC ભરતી 2023 માટે અરજી કરવા માટે આ પગલાં અનુસરો

  • અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સહાયક ટેકનિકલ સુપરવાઈઝર, સહાયક સબ ઈન્સ્પેક્ટર અને સહાયક ગાર્ડન સુપરવાઈઝર નોટિફિકેશન 2023 માંથી યોગ્યતા તપાસો.
  • નીચે આપેલ Apply Online લિંક પર ક્લિક કરો અથવા https://ahmedabadcity.gov.in/ વેબસાઇટની મુલાકાત લો
  • અરજી ફોર્મ ભરો
  • જરૂરી દસ્તાવેજો અપલોડ કરો
  • ફી ચૂકવો
  • અરજીપત્રકની પ્રિન્ટ કાઢો

મહત્વની તારીખ:

  • ઓનલાઇન ફોર્મ શરુ થયા તારીખ: 15-3-2023
  • ઓનલાઇન ફોર્મ ભરવાની છેલ્લી તા. 28-3-2023

અરજી કરવા માટે જરૂરી લિંક:

સહાયક ગાર્ડન સુપરવાઇઝર નોટીફીકેશન અહિ ક્લીક કરો
સહાયક સબ ઇંસ્પેકટર નોટીફીકેશન અહિ ક્લીક કરો
સહાયક ટેકનીકલ સુપરવાઇઝર નોટીફીકેશનઅહિ ક્લીક કરો
ઓનલાઇન અરજી કરવા માટેઅહિ ક્લીક કરો

Leave a Comment