ગુજરાત સરકાર રાજ્ય ના નાગરિક માટે અલગ અલગ યોજનાઓ બહાર પાડતી હોય છે. જેમાં ની એક યોજના છે વૃધ્ધ સહાય મેળવતા સીનીયર સીટીઝનો માટે રૂ.૫૦૦૦-ની સહાય માટેની અંત્યેષ્ઠી સહાય યોજના જેમાં સરકાર પાંચ હજાર ની સહાય એક વખત આપે જેના વિષે આ પોસ્ટ માં માહિતી આપીશું.
વૃધ્ધ સહાય મેળવતા સીનીયર સીટીઝનો માટે રૂ.૫૦૦૦-ની સહાય માટેની અંત્યેષ્ઠી સહાય યોજના
યોજનાનું નામ | અંત્યેષ્ઠી સહાય યોજના |
કોન સહાય આપશે | ગુજરાત સરકાર |
કેટલી સહાય મળશે | 5000/- |
અરજી કેવી રીતે કરવાની | ઓફલાઈન |
અંત્યેષ્ઠી સહાય યોજના માં લાભ કોને મળવાપાત્ર થાય?
- વૃધ્ધ સહાય મેળવતાં સિનિયર સિટિઝનનું અવસાન થતાં તેના વારસદારને સહાય મળશે.
અરજીપત્રક સાથે જોડાવાનાં દસ્તાવેજો
અંત્યેષ્ઠી સહાય યોજના ની અરજી સાથે નીચે મુજબના ડોક્યુમેન્ટ જોડવાના રહેશે.
- વૃધ્ધ સહાય મંજુરીનો હુકમ/ઓનલાઈન નોંધાયેલ પેન્શન નંબર અથવા પેન્શન જમા થતું હોય તેવો બેક એકાઉન્ટ નંબર
- અવસાન અંગેનો દાખલો
- રેશનકાર્ડની નકલ
- અરજદારની બેંક પાસબુકની નકલ
- અરજદારનો આધાર નંબર
- એક કરતા વધારે વારસદાર હોય તેવા કિસ્સામાં તમામ વારસદારનું સંમતિપત્રક
અંત્યેષ્ઠી સહાય યોજના હેઠળ મળવાપાત્ર લાભ
આ યોજના હેઠળ સિનિયર સિટિઝનના વારસદારોને રૂ.૫૦૦૦/- ની સહાય એક વખત મળવાપાત્ર થાય છે.
સહાયની ચુકવણી કેવી રીતે થશે.
આ યોજના ની સહાયની ચુકવણી સીધી બેંક એકાઉન્ટ મારફત ચુકવવામાં આવે છે.
અંત્યેષ્ઠી સહાય યોજના નું અરજી પત્રક ક્યાંથી મળશે.
આપની નજીક ની મામલતદાર કચેરીથી આ અરજી પત્રક મેળવી શકાશે.
અરજી કયા આપવાનું
આ યોજના નું અરજી ફોર્મ આપની મામલતદાર કચેરીએ જમા કરવાનું રહેશે.
યોજનાનું અમલીકરણ
સબંધીત મામલતદાર કચેરી.