Chiranjeevi Yojana Gujarat: ચિરંજીવી યોજના ગુજરાત ફોર્મ, ડોકયુમેન્ટ, અરજી પ્રક્રિયા

Sponsored Ads

Chiranjeevi Yojana Gujarat: ગુજરાત માં ઘણી મહિલાઓને પ્રસુતિ દરમિયાન આર્થિક અને સામાજિક કારણોસર ખતરનાક પરિસ્થિતિ નો સામનો કરવો પડે છે. તો ચિરંજીવી યોજના આવી માતાઓ માટે અમલમાં મુકવામાં આવી છે. તેમના માટે આર્થિક સહાય,સુરક્ષા,યાત્રા ભાડું,સ્વાસ્થ્ય કેન્દ્ર જેવી સુવિધા સરકાર દ્વારા આપવામાં આવે છે. 

તો આપણે આ યોજના માં ફોર્મ કેવી રીતે ભરવાના તેમજ તેમાં કયા કયા ડોકયુમેન્ટ ની જરૂર પડશે તેના વિશે ની સંપૂર્ણ માહિતી આપણે આ આર્ટિકલ દ્વારા જાણીશું તો આ આર્ટિકલ લાસ્ટ સુધી વાંચજો.

Chiranjeevi Yojana Gujarat: ચિરંજીવી યોજના ગુજરાત

યોજના નું નામચિરંજીવી યોજના ગુજરાત
કોના દ્વારા શરૂ કરવામાં આવીગુજરાત સરકાર દ્વારા 
વિભાગમહિલા અને બાળવિકાસ વિભાગ
લાભાર્થીગરીબી રેખા નીચે જીવતી મહિલાઓ
મળવાપાત્ર સહાયપ્રસુતિ દરમિયાન આર્થિક સહાય
સત્તાવાર વેબસાઇટgujaratindia.gov.in
હેલ્પલાઈન નંબર7923232611

ગુજરાત ચિરંજીવી યોજના શું છે?

Sponsored Ads

ચિરંજીવી યોજના ની શરૂઆત ૨૦૦૫ માં કરવામાં આવી હતી. આ યોજના હેઠળ ગરીબી રેખા નીચે જીવતા પરિવાર માં કોઈ મહિલાને પ્રસુતિ દરમિયાન આર્થિક તેમજ સામજિક રીતે મુશ્કેલી નો સામનો ના કરવો પડે તેના કારણે સરકાર દ્વારા પ્રસુતિ દરમિયાન માતાઓને રૂપિયા ૨૦૦/- સ્વાસ્થ્ય ખર્ચ, રૂપિયા ૩૦/- યાત્રા ખર્ચ અને રૂપિયા ૩૦/- ની આર્થિક સહાય કરવામાં આવે છે. આ યોજના હેઠળ ૧,૬૩,૬૦૯ જેટલી મહિલાઓએ તેનો લાભ ઉઠાવ્યો છે.

Chiranjeevi Yojana Gujarat યોજના નો હેતુ

ચિરંજીવી યોજના નો મુખ્ય હેતુ એ છે કે કેટલીક માતાઓ જેઓ ગરીબી રેખાથી નીચે જીવે છે તેવા પરિવાર માટે આર્થિક અને સામાજિક કારણોસર ખતરનાક પરિસ્થિતિ નો સામનો કરવો પડે છે. ચિરંજીવી યોજના આવી માતાઓની સહાય માટે અમલ લાવવામાં આવી છે તેમના માટે આર્થિક સહાય,સુરક્ષા,યાત્રા ભથ્થું,સ્વાસ્થ્ય ખર્ચ આપીને આર્થિક સહાય કરવાનો છે. આ યોજના થી ગરીબ મહિલાઓને ઘણી બધી મદદ મળતી હોય છે.

ચિરંજીવી યોજના માં કોણ લાભ લઈ શકે છે?

ચિરંજીવી યોજના ગુજરાત નો લાભ નીચે મુજબ ની વ્યક્તિ લઈ શકે છે:

Sponsored Ads
  • લાભાર્થી ગુજરાતનો રહેવાસી હોવો જોઈએ
  • આ યોજના નો લાભ બી.પી.એલ ધારકો અને ગરીબી રેખાથી નીચે જીવતા પરિવાર ના લોકો ને મળે છે.
  • અનુસૂચિત જાતી અને અનુસૂચિત જનજાતિ તેમજ B.P.L ધારકોને આ લાભ આપવામાં આવે છે.
  • તેમજ ગરીબી રેખાથી નીચે જીવતા A.P.L ધારકોને પણ લાભ આપવામાં આવે છે.

Chiranjeevi Yojana Gujarat મળવાપાત્ર લાભ

ચિરંજીવી યોજના હેઠળ નીચે મુજબ લાભ મળે છે:

  • આ યોજના હેઠળ મહિલા ને પ્રસુતિ દરમિયાન આર્થિક અને સામાજિક રીતે સહાય આપવામાં આવે છે.
  • આ યોજના હેઠળ મહિલાને પ્રસુતિ દરમિયાન સ્વાસ્થ્ય ખર્ચ ૨૦૦/- રૂપિયા, યાત્રા ખર્ચ રૂપિયા ૩૦/- તેમજ રૂપિયા ૩૦/- ની આર્થિક સહાય આપવામાં આવે છે.
  • તેમજ પ્રસુતિ સુધી આર્થિક રીતે મદદ કરવામાં આવે છે.

ચિરંજીવી યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ

Chiranjeevi Yojana Gujarat નો લાભ લેવા જરૂરી ડોક્યુમેન્ટસ નીચે મુજબ છે:

  • લાભાર્થી નું આધારકાર્ડ 
  • આવકનો દાખલો 
  • B.P.L કાર્ડ
  • જો બી.પી.એલ કાર્ડ ના હોય તો તલાટી શ્રી નો આવકનો દાખલો 
  • બેન્ક પાસબુક 
  • જાતિનો દાખલો 
  • રેશન કાર્ડ 

ચિરંજીવી યોજના ગુજરાત માટે અરજી કેવી રીતે કરવી?

  • ચિરંજીવી યોજના ની અરજી ઓફલાઈન કરવાની રહેશે.
  • આ યોજના નું ફોર્મ નજીકની આંગણવાડી કેન્દ્ર, P.H.C સેન્ટર, હોસ્પીટલ જેવી જગ્યાએથી મેળવી લેવાનું રહેશે.
  • આ યોજના નું ફોર્મ ભરીને તેની સાથે રેશન કાર્ડ, આવકનો દાખલો જેવા ડોકયુમેન્ટ લગાવીને હોસ્પીટલ માં રજુ કરવાનું રહેશે
સત્તાવાર વેબસાઇટ અહીં ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો
હેલ્પલાઈન નંબર7923232611

ચિરંજીવી યોજના નું ફોર્મ Download કરો

Chiranjeevi Yojana Gujarat Pdf: ડાઉનલોડ ફોર્મ