Digital Gujarat Scholarship 2023-24: ગુજરાત પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના માટે ઓનલાઈન અરજી કરો અહીથી  

Sponsored Ads

Digital Gujarat Scholarship 2023-24 | Digital Gujarat સ્કોલરશીપ 2023 : નિયામકશ્રી, વિકસિત જાતિ કલ્યાણ/આદિજાતિ વિકાસની કચેરી/અનુસૂચિત જાતિ કલ્યાણ, ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા ગુજરાત પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના 2023 માટે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર ધોરણ 11-12, ડિપ્લોમા, આઈટીઆઈ, સ્નાતક, અનુસ્નાતક, પીએચડી,એમફીલ કક્ષાના અભ્યાસક્રમની વર્ષ 2023-24ની શિષ્યવૃત્તિ મેળવવા માટે Digital Gujarat Portal પર ઓનલાઈન અરજી કરવાની રહેશે

Digital Gujarat Scholarship 2023-24

પોસ્ટ ટાઈટલડિજિટલ ગુજરાત સ્કોલરશીપ 2023
પોસ્ટ નામગુજરાત પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના 2023
પોર્ટલDigital Gujarat Portal
લાભ કોને મળશે?OBC, EBC, DNT, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ
રાજ્યગુજરાત
ફોર્મ છેલ્લી તારીખ05/11/2023
સત્તાવાર વેબસાઈટhttps://www.digitalgujarat.gov.in
અરજી પ્રકારઓનલાઈન

Digital Gujarat સ્કોલરશીપ 2023

વિદ્યાર્થીઓને ઓનલાઈન અરજી કરવા માટેની પ્રાથમિક સમજ નીચે મુજબ આપવામાં આવે છે. વિદ્યાર્થીએ વધુ માહિતી માટે “ડિજિટલ ગુજરાત પોર્ટલ” પર ગુજરાત પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના માટે ઓનલાઈન અરજી કરવા અંગેની અગત્યની માર્ગદર્શક સૂચનાઓ અને યોજનાઓની વિગત વાંચવાની રહેશે જે ડિજિટલ ગુજરાત પોર્ટલ પરથી ડાઉનલોડ કરી શકાશે.

Digital Gujarat સ્કોલરશીપ ફોર્મ ઓનલાઈન

Sponsored Ads

Digital Gujarat સ્કોલરશીપ 2023 ફોર્મ ઓનલાઈન ભરવાનું છે તેથી તમામ મિત્રો આપેલ સૂચનાઓ વાંચો પછી ફોર્મ ભરો.

ગુજરાત પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપ યોજના 2023

ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ 2023: ગુજરાત પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના 2023 માટે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર ધોરણ 11-12, ડિપ્લોમા, આઈટીઆઈ, સ્નાતક, અનુસ્નાતક, પીએચડી,એમફીલ કક્ષાના અભ્યાસક્રમની વર્ષ 2023-24ની શિષ્યવૃત્તિ મેળવવા માટે Digital Gujarat Portal પર ઓનલાઈન અરજી કરવાની રહેશે

પોસ્ટ મેટ્રીક સ્કોલરશીપ યોજના OBC, EBC અને DNT વિદ્યાર્થી

નિયામક, વિકસિત જાતિ કલ્યાણ, ગુજરાત રાજ્ય, ગાંધીનગર ખાતા હસ્તકની કેન્દ્ર પુરસ્કૃત PM Young Achievers Scholarship Award Scheme for Vibrant India (PM YASASVI) અમ્બ્રેલા યોજના પૈકી Post Matric Scholarship for OBC,EBC અને DNT વિદ્યાર્થી શિષ્યવૃત્તિ યોજનાનો અમલ ડિજિટલ ગુજરાત પોર્ટલ મારફત કરવાનો થાય છે. વિકસિત જાતિના વિદ્યાર્થીઓ માટે પોસ્ટ મેટ્રીક શિષ્યવૃત્તિ યોજના અંતર્ગત ધોરણ 11-12, ડિપ્લોમા, આઈટીઆઈ, સ્નાતક, અનુસ્નાતક, એમફીલ, પીએચડી કક્ષાના અભ્યાસક્રમ માટે કુલ 10 યોજનાઓની જગ્યાએ સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય, નવી દિલ્હી અને સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, ગાંધીનગર હેઠળ નિયામકશ્રી, વિકસતી જાતિ કલ્યાણ, ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા કેન્દ્ર પુરસ્કૃત PM Young Achievers Scholarship Award Scheme for Vibrant India (PM YASASVI) અમ્બ્રેલા યોજના પૈકી Post Matric Scholarship for OBC,EBC અને DNT વિદ્યાર્થી શિષ્યવૃત્તિ યોજનાનો અમલ કરવાનો થાય છે.

Sponsored Ads

જે અંતર્ગત રાજ્યની સરકારી અને ગ્રાન્ટ-ઇન-એઇડ શાળાઓમાં અભ્યાસ કરતા ધોરણ 11 અને 12 અને રાજ્યની સરકારી/ગ્રાંટ-ઇન-એઇડ/ખાનગી કોલેજ/સંસ્થામાં અભ્યાસ કરતા OBC,EBC અને DNT જાતિના વિદ્યાર્થીઓ કે જેઓના માતા-પિતા/વાલીની વાર્ષિક આવક મર્યાદા રૂ. 2,50,000/- થી વધુ ન હોય તેવા વિદ્યાર્થીઓને નિયમોનુસાર નક્કી થયેલ ગ્રુપવાર મળવાપાત્ર પોસ્ટ મેટ્રીક શિષ્યવૃત્તિ લાભ આપવા ડિજિટલ ગુજરાત પોર્ટલ પર અગાઉના વર્ષોની જેમ જ વર્ષ 2023-24 માટે વિદ્યાર્થી પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે. PM YASASVI Post Matric Scholarship for OBC,EBC અને DNT વિદ્યાર્થી શિષ્યવૃત્તિ યોજના તેમજ અન્ય નીચે મુજબ પોસ્ટ મેટ્રીક શિષ્યવૃત્તિ યોજના હેઠળ પણ અગાઉના વર્ષોના જેમ જ વર્ષ 2023-24 માં વિકસતી જાતિના સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતવર્ગ તથા વિચરતી-વિમુક્તિ જાતિના વિદ્યાર્થીઓને નિયામોનુસાર શિષ્યવૃત્તિ લાભ આપવા ડિજિટલ ગુજરાત પોર્ટલ મારફતે અરજીઓ મંગાવવામાં આવે છે.

OBC, EBC અને DNT વિદ્યાર્થી માટે

  • PM YASASVI Post Matric Scholarship for OBC,EBC અને DNT વિદ્યાર્થી શિષ્યવૃત્તિ યોજના
  • બીસીકે – 80 મેડીકલ, એન્જીનીયરીંગ, ડીપ્લોમાના વિદ્યાર્થીઓને સાધન સહાય.
  • બીસીકે – 79 મેડીકલ, એન્જીનીયરીંગ વિદ્યાર્થીઓને ભોજન બીલ સહાય.
  • ડી.એન.ટી. – 2 મેડીકલ એન્જીનીયરીંગ વિદ્યાર્થીઓને ભોજન બીલ સહાય.
  • બીસીકે – 98 એમ.ફીલ, પીએચ.ડી, વિદ્યાર્થીઓ માટેની ફેલોશીપ યોજના.
  • બીસીકે – 81 સી ડૉ. બાબાસાહેબ આંબેડકર અને ઇન્દિરા ગાંધી ઓપન યુનિવર્સીટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ.
  • બીસીકે-325 સ્વનિર્ભર કોલેજમાં અભ્યાસ કરતા વિચરતી વિમુક્ત જાતિના વિદ્યાર્થીઓની શૈક્ષણિક સહાય.
  • ટ્યુશન સહાય યોજના.

પોસ્ટ મેટ્રીક શિષ્યવૃત્તિ સહાય યોજના SC વિદ્યાર્થી

નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ, ગુજરાત રાજ્ય, ગાંધીનગર ખાતા હસ્તકની નીચે મુજબની યોજનાઓ અમલ ડિજિટલ ગુજરાત પોર્ટલ મારફત કરવાનો થાય છે. મૂળ ગુજરાત રાજ્યના ધોરણ 11-12, ડીપ્લોમા, આઈટીઆઈ, સ્નાતક, અનુસ્નાતક, એમફીલ, પીએચડી સુધીના સરકાર માન્ય અભ્યાસક્રમોમાં રાજ્ય તથા રાજ્ય બહાર આવેલ સરકાર માન્ય ઉ.મા.શાળાઓ/સંસ્થાઓ/યુનિવર્સીટીઓ/કોલેજો/ITI/સંસ્થાઓમાં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને કે જેણે રાજ્ય સરકારશ્રીની MYSY મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના કે અન્ય કોઈ યોજનામાં લાભ ન લેવાનો હોય તેવા વિદ્યાર્થીઓ/વિદ્યાર્થીનીઓ પાસેથી ગત વર્ષની જેમ ચાલુ શૈક્ષણિક વર્ષ 2023-24માં શિષ્યવૃતિ/સહાય માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે.

SC (અનુસૂચિત જાતિ) વિદ્યાર્થી માટે Digital Gujarat Scholarship 2023-24

  • SC વિદ્યાર્થી (GOI) માટે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ (BCK-6.1)
  • SC વિદ્યાર્થી (GOI) માટે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ (ફક્ત ફ્રીશિપ કાર્ડ વિદ્યાર્થી) (BCK-6.1)
  • SC વિદ્યાર્થીઓ માટે ફૂડ બિલ સહાયક (BCK-10)
  • SC વિદ્યાર્થીઓ માટે M.Phil, Ph.D માટે ફેલોશિપ યોજનાઓ (BCK-11)
  • અનુ.જાતિના વિદ્યાર્થીને સાધન સહાય (મેડિકલ, એન્જિનિયરિંગ, ડિપ્લોમા વિદ્યાર્થી જ) (BCK-12)
  • ITI/વ્યાવસાયિક અભ્યાસક્રમો (BCK-13) માટે અનુ.જાતિ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ/સ્ટાઈપેન્ડ
  • માત્ર SC કન્યા વિદ્યાર્થીઓ માટે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ (વાર્ષિક કૌટુંબિક આવક 2.50 લાખથી વધુ) (રાજ્ય સરકારની યોજનાઓ) (BCK-5)
  • SC વિદ્યાર્થીઓને ખાનગી ટ્યુશન કોચિંગ સહાય (વિજ્ઞાન પ્રવાહ) (ધોરણ : 11-12) (BCK-7)
  • SC વિદ્યાર્થીને ટેબ્લેટ સહાય (BCK-353)

ST (અનુસૂચિત જનજાતિ) વિદ્યાર્થી માટે Digital Gujarat Scholarship 2023-24

  • ST વિદ્યાર્થીઓના શિક્ષણ માટેની છત્ર યોજનાઓ પોસ્ટ-મેટ્રિક શિષ્યવૃત્તિ
  • ST વિદ્યાર્થીઓના શિક્ષણ માટેની છત્ર યોજનાઓ પોસ્ટ-મેટ્રિક શિષ્યવૃત્તિ (ફ્રીશિપ)
  • ST છોકરી માટે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ (વાર્ષિક કૌટુંબિક આવક 2.50 લાખથી વધુ)
  • ST છોકરી માટે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ (વાર્ષિક કૌટુંબિક આવક 2.50 લાખથી વધુ હોય) (ફ્રીશિપ કાર્ડ/મેડિકલ લોન વિદ્યાર્થી જ)
  • ST વિદ્યાર્થીને ફૂડ બિલ સહાય.
  • ITI માં અભ્યાસ કરતા ST વિદ્યાર્થીઓ માટે સ્વામી વિવેકાનંદ શિષ્યવૃત્તિ
  • મેડિકલ અને એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ માટે સાધનોની ખરીદી માટે નાણાકીય સહાયક.
  • ટેબ્લેટની ખરીદી માટે 12મું પાસ આઉટ એસટી વિદ્યાર્થી માટે નાણાકીય મદદનીશ.
  • સ્પર્ધાત્મક પરીક્ષા માટે કોચિંગ સહાયક અને અભ્યાસ દરમિયાન વધારાની ટ્યુશન સહાય
  • P.Hd માં અભ્યાસ કરતા ST વિદ્યાર્થી માટે ફેલોશિપ યોજના

પોસ્ટ મેટ્રીક શિષ્યવૃત્તિ સહાય યોજના ST વિદ્યાર્થી

નિયામક શ્રી, આદિજાતિ વિકાસ, ગુજરાત રાજ્ય, ગાંધીનગર ખાતા હસ્તકની નીચે મુજબની યોજનાઓનો ડિજિટલ ગુજરાત પોર્ટલ મારફત કરવાનો થાય છે. મૂળ ગુજરાત રાજ્યના ધોરણ 11-12, ડીપ્લોમા, આઈટીઆઈ, સ્નાતક, પી.એચ.ડી. સુધીના સરકાર માન્ય અભ્યાસક્રમોમાં રાજ્ય તથા રાજ્ય બહાર આવેલ સરકાર માન્ય ઉ.મા. શાળાઓ/સંસ્થાઓ/યુનિવર્સીટીઓ/કોલેજ/ITI/સંસ્થાઓમાં અભ્યાસ કરતા અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓને કે જેણે રાજ્ય સરકારશ્રીની MYSY મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના કે અન્ય કોઈ યોજનામાં લાભ ન લેવાનો હોય તેવા વિદ્યાર્થીઓ/વિદ્યાર્થીનીઓ પાસેથી ગત વર્ષની જેમ ચાલુ શૈક્ષણિક વર્ષ 2023-24માં શિષ્યવૃત્તિ / સહાય માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે.

ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ 2023 રજીસ્ટ્રેશન

  • સૌપ્રથમ વિદ્યાર્થીઓએ Digital Gujarat Portal પર Citizen તરીકે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.
  • નવું રજીસ્ટ્રેશન આધાર નંબર, મોબાઈલ નંબર, Email ID તેમજ નક્કી કરેલા પાસવર્ડ દ્વારા કરવાનું રહેશે, જે કાયમી સાચવી રાખવાનો રહેશે.
  • રજીસ્ટ્રેશન વખતે મોબાઈલ નંબર અને ઈમેલ ID ફરજીયાત હોવાથી વિદ્યાર્થી પાસે ઈમેલ અને મોબાઈલ નંબર હોવો જરૂરી છે.
  • રજીસ્ટ્રેશન થઇ ગયા બાદ પોતાના મોબાઈલ નંબર, ઈમેલ ID, યુઝરનેમ તથા જે પાસવર્ડ બનાવેલો હોય તેનો ઉપયોગ કરી પુન: લોગીન કરી પોતાની પ્રોફાઈલ અપડેટ કરવાની રહેશે.
  • જે વિદ્યાર્થી અગાઉ ડિજિટલ ગુજરાત પોર્ટલ પર પ્રોફાઈલ રજીસ્ટ્રેશન કરાવેલ હોય (જેમ કે અગાઉના વર્ષ 2017-18, વર્ષ 2018-19, વર્ષ 2019-20, વર્ષ 2020-21 કે વર્ષ 2021-22માં શિષ્યવૃત્તિ યોજના માટે ઓનલાઈન અરજી કરેલ હોય, ટેબલેટ માટે અરજી કરેલ હોય કે પોર્ટલની અન્ય શિષ્યવૃત્તિ યોજનાઓમાં લાભ લેવા અરજી કરેલ હોય) તેઓએ ફરીથી રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે નહિ. તેઓ અગાઉના Login ID-Password વડે લોગીન કરી જે તે લાગુ પડતી યોજનામાં સીધી અરજી કરી શકશે.
  • જે વિદ્યાર્થીઓ ગત વર્ષનો પોતાનો ID-Password ભૂલી ગયેલ હોય તે વિદ્યાર્થીઓએ “Forger Password” પર ક્લિક કરી પોતાના રજીસ્ટર્ડ મોબાઈલ પર OTP મેળવી નવો પાસવર્ડ બનાવી લેવાનો રહેશે. નવો પાસવર્ડ મળ્યા બાદ પોતાનો મોબાઈલ નંબર User ID રહેશે અને પાસવર્ડ જે નવો બનાવેલ છે તે રહેશે. “Forger Password” મેનુ ડિજિટલ ગુજરાત પોર્ટલ પર લોગીન પેજ પર ઉપલબ્ધ છે.
  • જે વિદ્યાર્થીઓનો રજીસ્ટર્ડ મોબાઈલ નંબર ખોવાઈ ગયેલ હોય કે કોઈ કારણસર બંધ થઇ ગયેલ હોય તો તેવા વિદ્યાર્થીઓ જીલ્લાની SC/ST/OBC કચેરીનો સંપર્ક કરી પોતાની ઓળખ પ્રસ્થાપિત કરી પોતાની પ્રોફાઈલમાં નંબર બદલાવી શકે છે.

ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ 2023 રીન્યુઅલ વિદ્યાર્થીઓ માટે

  • જે વિદ્યાર્થીઓએ ગત વર્ષ 2021-22માં ઓનલાઈન અરજી કરેલ હતી અને નિયમોનુસાર શિષ્યવૃત્તિ મેળવેલ હતી તેવા વિદ્યાર્થીઓની ચાલુ વર્ષની રીન્યુઅલ અરજી ઓટોમેટીક “Renewal” મોડમાં મુકવામાં આવેલ છે એટલે કે તેવા વિદ્યાર્થીઓએ ફ્રેશ એપ્લાય કરવાનું નથી”Renewal” બટન પર ક્લિક કરી પોતાની તમામ વિગતો ચકાસી લેવાની રહેશે અને રીન્યુઅલ માટે જરૂરી એવી ગત વર્ષની માર્કશીટ, ફી ભર્યાની પહોંચ વગેરે અપડેટ કરી અરજી સેન્ડ કરવાની રહેશે. જો આવકના દાખલાને ત્રણ વર્ષ પૂર્ણ થયેલ હોય કે આવકમાં કોઈ ફેરફાર થયેલ હોય તો તે પણ ફરી અપલોડ કરવાના રહેશે.
  • જે વિદ્યાર્થીઓને ગત વર્ષે શિષ્યવૃત્તિ મળેલ હતી અને તેનુ ફોર્મ ચાલુ વર્ષે ઓટોમેટીક “Renewal” મોડમાં ન જોવા મળે તો તેવા વિદ્યાર્થીઓએ “Request a New Service” મેનુમાં જઈને વર્ષ 2023-24 માટે લાગુ પડતી યોજનામાં ફ્રેશ ફોર્મ ભરી અરજી કરવાની રહેશે.

ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ 2023 ફ્રેશ વિદ્યાર્થીઓ માટે

  • જે વિદ્યાર્થીઓએ ફ્રેશ અરજી કરવાની છે તેણે ડિજિટલ ગુજરાત પોર્ટલ ઓપન કરી “Login” મેનુ પર ક્લિક કરી “Citizen Login”માં જઈને પોતાના ID Passwordથી લોગીન કરવાનું રહેશે.
  • લોગીન કર્યા બાદ “Request a New Service” પર ક્લિક કરવાનું રહેશે.
  • ત્યારબાદ “Scholarship” ઓપ્શનમાં જઈને Select Financial Year મેનુમાં વર્ષ 2023-24 સિલેક્ટ કરી પોતાની કેટેગરી પસંદ કરીને હેડીંગના નીચે દર્શાવેલ યોજના પૈકી જે યોજનામાં પાત્રતા ધરાવતા હોય તેના પર ક્લિક કરી એપ્લાય કરવાનું રહેશે.

ગુજરાત પોસ્ટ મેટ્રીક શિષ્યવૃત્તિ યોજના 2023 અંતર્ગત વિદ્યાર્થીઓ માટે અગત્યની સુચનાઓ

  • દરેક વિદ્યાર્થીએ પોતાની અરજી કરતા પહેલા તેઓના આધારનંબર જે બેંક એકાઉન્ટ જોડે લીંક (સીંડીંગ) કરાવેલ હોય તે ચકાસીને તે જ બેંક એકાઉન્ટ નંબર નાખવાનો રહેશે.
  • દરેક વિદ્યાર્થીએ પોતાનો આવકનો દાખલો સક્ષમ અધિકારીનો, જાતિનો દાખલો સક્ષમ અધિકારીનો, આધાર કાર્ડ, બેંક પાસબુકનું પ્રથમ પાનું, તાજેતરનો પાસપોર્ટ સાઈઝનો ફોટો, ફી ની રસીદ, પાસ કરેલ માર્કશીટ, ગેપ અંગેનું એફિડેવિટ (જો અભ્યાસક્રમમાં તૂટ હોય તો), હોસ્ટેલનું સર્ટીફીકેટ “JPEG, JPG, JPE, PDF” ફોરમેટમાં 200 KBથી ઓછી સાઈઝમાં ઓરીજનલ ડોક્યુમેન્ટ સ્કેન કરીને પછી જ ફોર્મ ભરવા બેસવુંજેથી એક જ સમયે ફોર્મ ભરી શકાય.
  • જે વિદ્યાર્થીઓએ રીશફલીંગમાં તમારો આ વર્ષનો ચાલુ અભ્યાસક્રમ છોડીને અન્ય અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવેલ છે. અને અગાઉ સ્કોલરશીપનું ફોર્મ ભરાઈ ગયેલ છે તેવા કિસ્સામાં તમારૂં અગાઉ ભરેલ ફોર્મ જો તમારા લોગીનમાંથી ક્લોઝ કરવાનું રહેશે અને જો તે અરજી વ્યુ ઓપ્શનમાં દેખાતી હોય તો જે તે કોલેજમાં સંપર્ક સાધી તેને રીટર્ન કરાવી ક્લોઝ કરવાની રહેશે. ત્યારબાદ તમે રીશફલીંગમાં પ્રવેશ મેળવેલ નવા અભ્યાસક્રમને ફોર્મ ભરી શકશો.
  • મૂળ ગુજરાત રાજ્યના વિદ્યાર્થી હોય પરંતુ ગુજરાત બહારના રાજ્યમાં પ્રવેશ મેળવેલ હોય તો તેઓએ શિષ્યવૃત્તિ યોજનાનું ફોર્મ ભરતી વખતે Registration Details – Current Addressમાં તમારા અભ્યાસક્રમના રાજ્ય તથા જીલ્લાની વિગત ભરવાની રહેશે. તમારી સંસ્થાના AISHE codeની વિગત ઓનલાઈન ભરવાની રહેશે તથા સંસ્થાની માન્યતા, ભ્યાસક્રમની માન્યતા, FRCનો Letter વગેરે જરૂરી આધાર-પુરાવા તમારા મૂળ વતનની જીલ્લા કચેરીમાં જમાં કરવામાં આવશે.
  • રાજ્ય બહારની સંસ્થાઓએ તેઓના AISHE code સહિતની સંસ્થાની તમામ વિગત gujaratscholershiphelp@gmail.com ઉપર મોકલવાની રહેશે.
  • નોંધ : OBC, EBC, DNT, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ માટે અલગ અલગ ફોર્મ ભરવાની માહિતી અને અગત્યની સૂચનાઓ આપવામાં આવેલ છે તેથી આપેલ અલગ અલગ જાહેરાત વાંચ્યા પછી જ ફોર્મ ભરો.

ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ 2023 ડોક્યુમેન્ટ યાદી

  1. સક્ષમ અધિકારી દ્વારા ઇસ્યુ કરવામાં આવેલ જાતિનો દાખલો.
  2. સક્ષમ અધિકારી દ્વારા ઇસ્યુ કરવામાં આવેલ જાતિનો દાખલો.
  3. વિદ્યાર્થીએ ધોરણ 10 તથા ત્યારબાદ કરેલ તમામ અભ્યાસક્રમની વર્ષ વાઈઝ ફાઈનલ વર્ષની ક્રમાનુસાર માર્કશીટ.
  4. બેંક પાસબુકનું પ્રથમ પાનું જેમાં ખાતા નંબર, IFSC કોડ, બેન્કની શાખા દર્શાવેલ હોય તે / જો પાસબુક ન હોય તો Cancel ચેક જેમાં ખાતા નંબર, IFSC કોડ, બેન્કની શાખા દર્શાવેલ હોય તે (જે બેન્કનું મર્જ થયેલ હોય તેવા કિસ્સામાં નવી બેન્કના IFSC તથા નવા બેંક એકાઉન્ટ નંબર વાળી પાસબુક / ચેક).
  5. ધોરણ 10 બાદ અભ્યાસક્રમ તૂટ (બ્રેક) પડેલ હોય તો તે સમય દરમ્યાન કોઈપણ પ્રકરનો અભ્યાસક્રમ કરેલ નથી કે કોઈપણ પ્રકરની શિષ્યવૃત્તિનો લાભ મેળવેલ નથી તે મતલબનું એકરારનામું.
  6. જે વિદ્યાર્થી હોસ્ટેલમાં રહેતા હોય તેઓએ હોસ્ટેલર તરીકેનું સર્ટીફીકેટ.
  7. જો વિદ્યાર્થી દિવ્યાંગ હોય તો તે અંગેનું સક્ષમ સત્તાધિકારીશ્રી દ્વારા ઇસ્યુ કરવામાં આવેલ પ્રમાણપત્ર.
  8. વિદ્યાર્થીએ ભરેલ ફીની પહોંચ (વાર્ષિક) (ફ્રીશીપકાર્ડ ધરાવતા વિદ્યાર્થીને લાગુ પડશે નહિ)
  9. પાસપોર્ટ સાઈઝનો ફોટો.
  10. વિદ્યાર્થીનીના પરિણીત કિસ્સામાં લગ્ન પ્રમાણપત્ર.
  11. આધારકાર્ડ
  12. જરૂર પડ્યે જીલ્લા અધિકારીશ્રી દ્વારા માંગવામાં આવતા અન્ય આનુષાંગિક પુરાવા

ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ 2023 | Digital Gujarat Scholarship 2023-24

OBC, EBC અને DNT વિદ્યાર્થીજાહેરાત વાંચો
SC (અનુસૂચિત જાતી) વિદ્યાર્થીજાહેરાત વાંચો
ST (અનુસૂચિત જનજાતી) વિદ્યાર્થીજાહેરાત વાંચો
ઓનલાઈન અરજી કરોઅહીં ક્લિક કરો
હોમ પેજ પર જાઓઅહીં ક્લિક કરો

Leave a Comment