Mahila Samridhi Yojana 2024: મહિલા સમૃદ્ધિ યોજના લાભ, જરૂરી ડોક્યુમેંટ્સ અને અરજી કેવી રીતે જાણો

Sponsored Ads

Mahila Samridhi Yojana 2024|મહિલા સમૃદ્ધિ યોજના: દેશમાંં કેન્‍દ્ર સરકાર અને રાજ્ય સરકારો વિવિધ વર્ગો માટે યોજનાઓ બહાર પાડતી હોય છે. મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ઘણી બધી મહિલાક્ષી યોજના અમલી બનાવેલ છે. જેમ કે વિધવા સહાય યોજના, વ્હાલી દીકરી યોજના, બેટી બચાવો બટી પઢાવો યોજના વગેરે. સ્વરોજગારી મેળવે તે માટે પણ મહિલા સ્વાવલંબન યોજના જેવી લોન યોજના અમલી બનાવેલ છે. પરંતુ આજે આપણે મહિલાઓને સમૃદ્ધિ તરફ લઈ જતી યોજના વિશે વાત કરીશું. જેનું નામ મહિલા સમૃદ્ધિ યોજના. આ યોજના હેઠળ મહિલાઓને લાભ આપવામાં આવે છે.

Mahila Samridhi Yojana: મહિલા સમૃદ્ધિ યોજનાએ એક સરકારી યોજના છે. મહિલા ઉત્કર્ષ યોજના, તથા મહિલા સ્વાવલંબન યોજનાઓ દ્વારા મહિલાઓને લોન આપવામાં આવે છે. પરંતુ આ યોજનાનો હેતુ મહિલા Entrepreneur કે જે પછાત અથવા ગરીબ પરિવાર માંથી આવે છે. તેમને આર્થિક લાભ આપવાનો છે. આ યોજના સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલય હેઠળ રાષ્ટ્રીય પછાત વર્ગ નાણા અને વિકાસ નિગમ (NBCFDC) ના ભાગ રૂપે શરૂ કરવામાં આવી હતી. આ યોજના હેઠળ, સરકાર મહિલા એંટરપીન્યોરને સીધા અથવા સ્વ-સહાય જૂથો (SHGs) દ્વારા માઈક્રો-ફાઇનાન્સ પ્રદાન કરે છે.

Mahila Samridhi Yojana 2024 : મહિલા સમૃદ્ધિ યોજના

યોજના નું નામમહિલા સમૃદ્ધિ યોજના (MSY)
વિભાગગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમ
લાભાર્થીગુજરાત પછાત વર્ગની મહિલાઓ
મળવાપાત્ર સહાયવ્યવસાય શરૂ કરવા માટે ધિરાણ
સતાવાર વેબસાઇટhttps://gbcdconline.gujarat.gov.in
હેલ્પલાઈન નંબર(079) 23257559

મહિલા સમૃદ્ધિ યોજના શું છે?

Sponsored Ads

ગુજરાત સરકારના ગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમ દ્વારા શરૂ કરવામાં આવેલી મહિલા સમૃદ્ધિ યોજનાનો ઉદ્દેશ્ય આર્થિક રીતે વંચિત પછાત વર્ગ ની  મહિલા ઉદ્યોગ સાહસિકોને નાણાકીય સહાય પૂરી પાડવાનો છે. આ પહેલ રાહત દરે લોન ઓફર કરે છે, જે મહિલાઓને તેમના સપના અને આકાંક્ષાઓને અનુસરવા સક્ષમ બનાવે છે. પાત્ર મહિલાઓ, ખાસ કરીને જેઓ વ્યાપાર સાહસો માટે ભંડોળ માંગે છે, તેઓ આ લોન પ્રોગ્રામનો લાભ લઈ શકે છે, આ યોજના મહિલાઓ માટે તેમના વ્યવસાયની સ્થાપના અને વૃદ્ધિ માટે એક પગથિયાં તરીકે કામ કરે છે.

મહિલા સમૃદ્ધિ યોજના નો હેતુ

Mahila Samridhi Yojana પછાત વર્ગોની મહિલાઓ માટે સ્વરોજગારી ઉભી કરવા માટેની લઘુસ્તરીય ધિરાણ યોજના. આ યોજના અંતર્ગત મહિલા લાભાર્થીએ પોતાની પસંદગીનો ધંધો કરવાનો રહેશે.

મહિલા સમૃદ્ધિ યોજના લાભ

  • અરજદાર સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગમાંથી હોવી જોઈએ.
  • અરજદારના પરિવારે વાર્ષિક આવક રૂ.3.00 લાખથી વધુ ન હોવી જોઈએ.
  • અરજી કરતી વખતે અરજદારની ઉંમર 21 થી 45 વર્ષની વચ્ચે હોવી જોઈએ.
  • અરજદારો પાસે અગાઉનો વ્યવસાય અનુભવ હોવો જોઈએ જેને તકનીકી અને અન્ય કુશળતાની જરૂર હોય.

મહિલા સમૃદ્ધિ યોજના માટે મળવાપાત્ર લાભ

  • મહિલા સમૃદ્ધિ યોજના માં ઉપલબ્ધ સૌથી વધુ લોનની રકમ રૂ.1.25 લાખ છે.
  • Mahila Samridhi Yojana માં વ્યાજ દર 4 ટકા પ્રતિ વર્ષ છે.
  • Mahila Samridhi Yojanaમાં યુનિટ ખર્ચના 95 ટકા લોન તરીકે આપવામાં આવશે, જેમાં 95 ટકા રાષ્ટ્રીય નિગમ અને 5 ટકા રાજ્ય સરકાર તરફથી આવશે.
  • આ લોન 48 માસિક હપ્તામાં પરત કરવાની જરૂર છે, જેમાં વ્યાજનો સમાવેશ થાય છે.

મહિલા સમૃદ્ધિ યોજના માટે જરૂરી ડોક્યુમેંટ્સ

  • જાતિનો દાખલો 
  • (સક્ષમ અધિકારીનો આવકનો દાખલો 
  • (શાળા છોડયાનું પ્રમાણપત્ર (સ્કુલ લિવીંગ સર્ટીફીકેટ)
  • અભણ અરજદારાના કિસ્સામાં જન્મનું પ્રમાણપત્ર અથવા સરકારી હોસ્પિટલના અધિકૃત મેડીકલ ઓફિસર દ્વારા મેળવેલ ઉમરનું પ્રમાણપત્ર 
  • આધાર કાર્ડ 
  • રહેણના પુરાવા ચુંટણી કાર્ડ/લાઇટ બિલ)
  • રેશનકાર્ડ
  • અનુભવ તાલીમનું પ્રમાણપત્ર (મરજિયાત) 
  • અરજદાર બી.પી.એલ લાભાર્થી, વિકલાંગ, વિધવા હોય તો તેનું પ્રમાણપત્ર (મરજિયાત) 
  • દૂધ સહકારી મંડળીનો દાખલો (ફકત પશુપાલનના ધંધા માટે) 
  • કવોટેશન/ભાવપત્રક (૧૨)પાસબુકના પહેલા પાનાની- નામ, સરનામા, ખાતા નંબર તથી IFSC નંબરની વિગત દર્શાવતી નકલ અથવા કેન્સલ ચેકની નકલ

મહિલા સમૃદ્ધિ યોજના માટે ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?

  • સૌપ્રથમ તમારે સૌપ્રથમ તમારે ગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમ ની વેબસાઈટ ઉપર જવાનું રહેશે.
  • યોજના પસંદ કરી Apply Now બટન ઉપર ક્લિક કરો.
  • ત્યારબાદ તમારો ફોર્મમાં તમામ વિગતો ભરી ફોર્મ સબમીટ બટન પર ક્લીક કરવાનું  રહેશે.
  • ફોર્મ ભર્યા બાદ તમારી સામે કન્ફર્મેશન નંબર લખેલો આવશે તે તમારે સાચવીને રાખવાનું રહેશે.
  • તમે જો તમારી અરજીમાં સુધારા કરવા માંગતા હોય તો તમે Edit Application પર ક્લિક કરો.
  • ત્યારબાદ ફોટો અને સિગ્નેચર અપલોડ કરવાના રહેશે તેના માટે તમારે Menu બટન ઉપર જઈને Upload Photo પર ક્લિક કરવાનું રહેશે.
  • પછી તમારે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે.
  • ત્યારબાદ તમારે અરજી આગળ મોકલવા માટે Confirm Application બટન ઉપર ક્લિક કરવાનું રહેશે.
  • હવે જે તમે ફોર્મ ભર્યું છે તેની પ્રિન્ટ તમને સામે જોવા મળશે તેમનું તમારે પ્રિન્ટ લેવાની રહેશે.
Mahila Samridhi Yojana સતાવર વેબસાઇટઅહીં ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો

Leave a Comment