Mukhyamantri Mahila Utkarsh Yojana: મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના માહિતી મેળવો

Sponsored Ads

Mukhyamantri Mahila Utkarsh Yojana: મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના 26 ફેબ્રુઆરી 2020 ના રોજ શરૂ કરવામાં આવી હતી. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા આ યોજનાની શરૂઆત કરવામાં આવી છે. Mukhyamantri Mahila Utkarsh Yojana મહિલાઓ માટે શરૂ કરવામાં આવી છે. મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ લોન યોજના 2020-21 તાજેતરમાં 17મી સપ્ટેમ્બરે શરૂ કરવામાં આવી છે. આ યોજના દ્વારા રાજ્યની મહિલાઓને લોન આપવામાં આવશે, જે વ્યાજમુક્ત હશે. આ યોજના દ્વારા શહેરી અને ગ્રામ્ય વિસ્તારની મહિલાઓ 0% ના દરે રૂ.1 લાખ સુધીની લોન લઈ શકે છે.

રાજ્યના તમામ મહિલા સ્વ-સહાય જૂથોએ મુખ્યમંત્રી મહિલા યોજનાનો લાભ લેવા માટે ઓનલાઈન નોંધણી કરવી પડશે. મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાએ મહિલા સશક્તિકરણ માટે બહાર પાડવામાં આવી છે. કોરોના વાયરસના કારણે લોકોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. રાજ્યની તમામ મહિલાઓને સરળ રીતે લોન આપવામાં આવશે. રાજ્યની મહિલાઓ દ્વારા લેવામાં આવેલી લોનના વ્યાજની રકમ એ રાજ્ય સરકાર બેંકોને ચૂકવશે.

મહિલા ઉત્કર્ષ યોજના: Mukhyamantri Mahila Utkarsh Yojana

આર્ટિકલનું નામમહિલા ઉત્કર્ષ યોજના: Mukhyamantri Mahila Utkarsh Yojana
લાભાર્થીગુજરાત રાજ્યની મહિલાઓ
યોજનાની શરૂઆતમુખ્યમંત્રી વિજય રૂપાણીએ
ઉદેશય0 % વ્યાજએ લોન આપવી
યોજનાનો લાભ1 લાખ સુધીની લોન
વેબસાઇડhttps://mmuy.gujarat.gov.in/

મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના શું છે?

Sponsored Ads

Mukhyamantri Mahila Utkarsh Yojana: પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી દ્વારા રાજ્યની મહિલાઓ સમુહમાં ધંધો-રોજગાર કરી આર્થિક રીતે પગભર થઇ શકે તે આ યોજનાનો મુખ્ય હેતુ છે. મહિલાઓ એ 10 મહિલાઓ નું જૂથ બનાવવા નું રહેશે અને આ યોજના અંતર્ગત આવા કુલ 1 લાખ જૂથ બનાવવામાં આવશે. જેમાં શહેરી વિસ્તારના 50000 જૂથ અને ગ્રામ્ય વિસ્તારના 50000 જૂથ રહેશે. તમામ જૂથને રૂ.1,00,000/- ની વગર વ્યાજની 1 વર્ષની સમય અવધી માટે લોન આપવામાં આવશે. આ બધા જ ગ્રૂપ ને જોઈન્ટ લાયેબીલીટી અર્નિંગ એન્ડ સેવિંગ ગ્રુપ તરીકે ઓળખવામાં આવશે.

મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાનો હેતુ 

  • રાજય ની મહિલાઓ સમૂહ માં ધંધો-રોજગાર કરી આર્થિક રીતે પગભર થઇ શકે તે આ યોજનાનો મુખ્ય હેતુ છે.
  • Mukhyamantri Mahila Utkarsh Yojana હેઠળ સરકાર તે તમામ મહિલા ગ્રૂપ ને એક વર્ષ માટે રૂ.૧ લાખ ની વગર વ્યાજે લોન આપવાનો હેતુ છે.
  • ધિરાણ ના માધ્યમ ની મહિલાઓ માં સ્વ-રોજગારી અને આજીવિકા પૂરી પાડવી.

મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના કોણ લાભ લઈ શકે

  • ધિરાણ મેળવવવા માટે ઇચ્છુક 10 મહિલાઓ
  • જુથમાં જોડાયેલ દરેક મહિલા સભ્યની ઉંમર 18 વર્ષ થી 59 વર્ષની હોવી જોઈએ.
  • જુથમાં એક કુટુંબના એકજ મહિલાને સભ્ય તરીકે લઇ શકાશે.
  • જૂથના સભ્યો એકજ વિસ્તારમાં રહેતા હોય / એકજ વિસ્તારમાં કામ કરતા હોવા જોઈએ.

મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના માટે જરૂરી દસ્તાવેજો

  • ગ્રુપ ના દરેક સભ્યો ના પાસપોર્ટ સાઈઝ ફોટા 
  • ગ્રુપ ના દરેક સભ્યોના આધાર કાર્ડ
  • ગ્રુપ ના દરેક સભ્યોના રહેઠાણ નો પુરાવો 
  • ગ્રુપ ના સભ્યોનું સંયુક્ત બેંક ખાતું

મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના નિયમ અને શરતો

  • પ્રવર્તમાન યોજના DAY- NULM હેઠળ નોંધાયેલ / અન્ય સ્વ સહાય જૂથ (SHG)ની કોઈ ધિરાણ આપતી સંસ્થાની લોન બાકી ન હોય તેવા હયાત સ્વસહાય જૂથો પણ આ યોજનાનો લાભ લઇ શકશે.
  • વિધવા અને વિકલાંગ બહેનોને આ યોજનામાં અગ્રતા આપવામાં આવશે. જૂથ ઘ્વારા આર્થિક પ્રવૃત્તિ સાથે બચતનું કામ પણ કરવાનું રહેશે.
  • પ્રતિ માસ રૂ.10,000/- લોનના હપ્તા પેટે ભરવાના રહેશે. આથી જૂથની દરેક મહિલા સભ્ય રૂ.1,000/- માસિક હપ્તા પેટે ભરવાના રહેશે.
  • નિયમિત માસિક હપ્તા ભરપાઈ થવાથી 11 અને 12 આ મહિનાના રૂપિયા 10,000/- બે માસિક હપ્તાની રકમ જૂથના ખાતામાં બચત તરીકે જમા રહેશે. 
  • આ યોજના હેઠળ જૂથને નિયમિત માસિક હપ્તા ભરપાઈ કરવાથી સંપૂર્ણ વ્યાજ રહિત લોન આપવાની જોગવાઈ કરવામાં આવેલ છે.
  • જૂથ ઘ્વારા જૂથનું સંયુક્ત ખાતું ખોલવાનું રહેશે, જે ખાતામાં દરેક સભ્યે રૂ. 300/- જૂથના બેન્કના બચત ખાતામાં જમા કરાવવાના રહેશે.
  • જૂથના સભ્યો ધ્વારા લેવામાં આવેલ લોન ભરપાઈ કરવાની જવાબદારી જૂથના તમામ સભ્યોની રહેશે કે જે સભ્યોએ સરખા ભાગે ભરપાઈ કરવાની રહેશે. જૂથના સભ્યો દ્વારા જૂથ માટે પ્રમુખ, મંત્રી તથા ખજાનચી તરીકે વિધિવત પસંદગી કરવાની રહેશે અને જૂથ વતી તેઓને બેંકના વ્યવહાર કરવાના રહેશે. 
  • જૂથ દ્વારા આ યોજનાની તમામ જોગવાઈઓ નું પાલન કરવાનું રહેશે અન્યથા વ્યાજમાં સહાય મળવાપાત્ર રહેશે નહિ.

મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના માટે અરજી કેવી રીતે કરવી?

  • શહેરી વિસ્તારની મહિલાઓએ મહાનગર પાલિકા ની “અર્બન કોમ્યુનીટી ડીપાર્ટમેન્ટ સેન્ટર” માંથી ફોર્મ લઇ અરજી કરવી.
  • ગ્રામીણ વિસ્તારની મહિલાઓએ “તાલુકા પંચાયત ની “મહિલા અને બાળ વિકાસ અધિકારી” ની કચેરીનો સંપર્ક કરવાનો રહેશે.

Mukhyamantri Mahila Utkarsh Yojana મહત્વની લિન્ક

સત્તાવાર વેબસાઈટઅહીં ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો
યોજના માટે ઠરાવઅહીં ક્લિક કરો