Sankat Mochan Sahay Yojana: સંકટ મોચન યોજના 20,000 રૂપિયાની સહાય

Sponsored Ads

સંકટમોચન યોજના| Sankat Mochan Sahay Yojana| Sankat Mochan Yojana Form pdf Download | રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના 2023 | kutumb sahay yojana 2023 । Documents required for Sankat Mochan Sahay Yojana 2023 | sje.gujarat.gov.in 2023 | સંકટમોચન યોજના ફોર્મ pdf | રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના ફોર્મ

Sankat Mochan Yojana 2023: – ગુજરાત સરકાર દ્વારા આર્થિક રીતે નબરા વર્ગના લોકોના વિકાસ અને ઉન્નતિ માટે સમયની સાથે વિવિધ યોજનાઓ બહાર પાડવામાં આવે છે. રાજ્ય સરકારના સમાજ સુરક્ષા વિભાગ દ્વારા સંકટ મોચન યોજના કે રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના ચલાવવામાં આવે છે. આ યોજના અંતર્ગત ગરીબી રેખા હેઠળ આવતા કુટુંબના મુખ્ય વ્યક્તિ કે કમાવ વ્યક્તિનું કુદરતી કે આકસ્માતમાં મૃત્યુ થાય ત્યારે આ યોજના લાભ મળવા પાત્ર છે.

Sponsored Ads

સંકટમોચન યોજના 2023 થકી કુટુંબ પર આવેલ અણધારી આફત કે મુશ્કેલી વાળી પરિસ્થિતિમાં કુટુંબને આર્થિક સહાય આપવા માટે આ યોજના શરૂ કરવામાં આવી છે. સંકટ મોચન યોજના કે રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજનાને National Family Benefit Scheme (NFBS) તરીકે પણ ઓળખવામાં આવે છે.

Sankat Mochan Sahay Yojana: સંકટ મોચન યોજના

યોજનાનું નામ     સંકટ મોચન યોજના 2023 Sankat Mochan Yojana 2023
ભાષાગુજરાતી અને English
વિભાગનું નામસમાજ સુરક્ષા વિભાગ
યોજનાની પત્રતાBPL (ગરીબી રેખા) હેઠળ 0 થી 20 સ્કોર તથા 18 થી 60 વર્ષની ઉંમર
મળવાપાત્ર સહાય20,000/- DBT

સંકટ મોચન યોજનાની વિગતો

આપણે જાણીએ છીએ કે જ્યારે પણ ગરીબ પરિવારની મુખ્ય કમાનાર વ્યક્તિનું અચાનક મૃત્યુ થાય છે ત્યારે તે પરિવાર પર દુ:ખનો પહાડ તૂટી પડે છે. મુખ્ય કમાતા વ્યક્તિના મૃત્યુ પછી આ પરિવારને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આ બાબતને ધ્યાનમાં રાખીને, ગુજરાત સરકારે ગુજરાતના ગરીબ પરિવારોના મુખ્ય વ્યક્તિને આકસ્મિક અથવા કુદરતી મૃત્યુના કિસ્સામાં આર્થિક સહાય પૂરી પાડવા માટે સંકટ મોચન યોજના અમલમાં મૂકી છે

આ સંકટ મોચન યોજના હેઠળ, જો  ગુજરાત રાજ્યના કોઈપણ ગરીબ પરિવારમાંથી મુખ્ય કમાણી કરનાર વ્યક્તિનું અચાનક, અચાનક અને કુદરતી રીતે મૃત્યુ થાય, તો ગુજરાત સરકાર તેના પરિવારને રૂ. 20,000/-ની આર્થિક સહાય પૂરી પાડે છે. આ આર્થિક મદદ ગરીબ પરિવારને ઘણી મદદ કરશે. આ યોજના હેઠળ લાભ લીધા પછી, તે ગરીબ પરિવારની મહિલા વિધવા બને છે અને વિધવા સહાય યોજના હેઠળ દર મહિને 750/- નાણાકીય સહાય મેળવી શકે છે.

Sponsored Ads

સંકટ મોચન યોજના માટે અરજદારની પાત્રતા

 • પરિવારના વડાનું અવસાન થયું હશે.
 • કોઈપણ પ્રકારનું આકસ્મિક અથવા કુદરતી મૃત્યુના કિસ્સામાં, અરજદારના પરિવારને સંકટ મોચન યોજના હેઠળ લાભ મળશે .
 • અરજદાર BPL લાભાર્થી હોવો જોઈએ.
 • મૃતક પરિવારના વડાની ઉંમર 18 થી 60 વર્ષની વચ્ચે હોવી જોઈએ.
 • પરિવારનો મુખ્ય વ્યક્તિ પુરુષ અથવા સ્ત્રી હશે.
 • મૃત્યુની તારીખથી 2 વર્ષની અંદર અરજી કરવાની રહેશે. 2 વર્ષ પછી અરજી કર્યા પછી, લાભ મળશે નહીં.
 • અરજદાર ગુજરાત રાજ્યનો રહેવાસી હોવો જોઈએ.

Sankat Mochan Sahay Yojana દસ્તાવેજ યાદી

 •  મુખ્ય વ્યક્તિનું મૃત્યુ પ્રમાણપત્ર
 • BPL પ્રમાણપત્ર
 • રેશન કાર્ડ
 • મતદાન કાર્ડ
 • મૃત વ્યક્તિનું જન્મ પ્રમાણપત્ર
 • આકસ્મિક મૃત્યુના કિસ્સામાં પોલીસ ફરિયાદની નકલ અને પોલીસ સ્ટેશનની વિગતો.

રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના લાભ કોણ લઇ શકે?

આમ ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી સંકટ મોચન સહાય યોજના હેઠળ જો ગરીબ પરિવારમાંથી કોઇ મુખ્ય વ્યક્તિનો આકસ્મિક અથવા કુદરતી રીતે મૃત્યુ પામે તો તેમને ગુજરાત સરકાર દ્વારા 20,000/- ની સહાય ડી.બી.ટી (ડાયરેક્ટ એકાઉન્ટ જમા) રૂપિયા સુધીની સહાય પ્રદાન કરવામાં આવે છે.

આ સહાય દ્વારા તે પરિવારને ઘણી બધી ફાયદો થાય છે.  અને જો આ યોજના હેઠળ  ગરીબ પરિવારની કોઈ પત્ની વિધવા પામે તો તેમને આ વિધવા સહાય યોજના હેઠળ દર મહિને 750/- રૂપિયા મળવાપાત્ર થશે.

સંકટ મોચન સહાય યોજનાની અરજી મંજૂર કરવાની સત્તા કોને છે?

સંકટ મોચન સહાય યોજના અંતર્ગત અરજદારની અરજી મળ્યા બાદ જરૂરી ચકાસણી કર્યા બાદ મંજુર/નામંજુર કરવાની સત્તા જે તે વિસ્તારના મામલતદારશ્રી પાસે છે.

સંકટ મોચન યોજનાની અરજી કેવી રીતે કરવી?

ગુજરાત સરકારની યોજનાઓ માટે અરજી ક્યાં અને કેવી રીતે કરવી તે નક્કી થયેલ છે. તે રીતે Sankat Mochan Sahay Yojana કરવી તે પણ નક્કી થયેલ છે. આ યોજનામાં ઓનલાઈન અરજી કરવાની હોય છે.

ગુજરાત સરકાર દ્વારા Sankat Mochan Yojana Online કરવા માટે ગ્રામપંચાયત ખાતે Digital Gujarat Portal Website પરથી ઓનલાઈન અરજી કરવાની કામગીરી ચાલુ કરવામાં આવેલ છે.

Sankat Mochan Sahay Yojana : ગ્રામ પંચાયત ખાતે VCE  પાસેથી ડિજિટલ ગુજરાત પોર્ટલ (Digital Gujarat login) પર ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે. સંકટ મોચન યોજના હેઠળ લાભ લેવા માટે જે-તે ગ્રામ પંચાયત ખાતે VCE (Village Computer Entrepreneur) પાસેથી ડીજીટલ ગુજરાત પોર્ટલ (Digital Gujarat Portal) ઓનલાઈન અરજી કરવાની રહેશે.

તાલુકા મામલતદાર કચેરી ખાતે “સમાજ સુરક્ષા કચેરીના કોમ્પ્યુટર ઓપરેટર” પાસે Digital Gujarat Portal પર ઓનલાઇન અરજી કરવાની રહેશે.

Sankat Mochan Sahay Yojana મહત્વની લિંક

ડિજિટલ ગુજરાત પોર્ટલઅહી ક્લિક કરો
સંકટ મોચન યોજના ફોર્મઅહી ક્લિક કરો
હોમ પેજઅહી ક્લિક કરો