Sukanya Samruddhi Yojana: દીકરીઓના ભવિષ્યને ઉજ્જવળ અને સુરક્ષિત બનાવવા માટે ભારત સરકાર દ્વારા વિવિધ પ્રકારની યોજનાઓ ચલાવવામાં આવે છે. જેવી વ્હાલી દીકરી યોજના, લાડલી લક્ષ્મી યોજના, સાયકલ સહાય યોજના વગેરે. આ ઉપરાંત બચત યોજનાઓ ચલાવવામાં આવે છે. આવકવેરા મુક્તિ અને ઉચ્ચ વ્યાજ દર આપવામાં આવે છે. જેથી લોકોને આ યોજનાઓમાં રોકાણ કરવા માટે પ્રોત્સાહિત થાય અને દીકરીઓનું ભવિષ્ય સુરક્ષિત કરી શકાય. આજે અમે તમને કેન્દ્ર સરકાર ધ્વારા શરૂ કરવામાં આવેલી આવી જ એક યોજના સાથે જોડાયેલી માહિતી આપવા જઈ રહ્યા છીએ. જેનું નામ સુકન્યા સમૃદ્ધિ યોજના છે.
Sukanya Samriddhi Yojana ના માધ્યમથી, લાભાર્થી પોતાની પુત્રીના શિક્ષણ અથવા લગ્ન માટે મોટી રકમનું રોકાણ કરી શકે છે. આ આર્ટિકલ દ્વારા તમને સુકન્યા સમૃધ્ધિ યોજના સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી મળશે. આ ઉપરાંત, તમે આ લેખ વાંચીને પાત્રતા, મહત્વપૂર્ણ દસ્તાવેજો અને અરજી સંબંધિત માહિતી પણ મેળવી શકશો.
Sukanya Samruddhi Yojana: સુકન્યા સમૃદ્ધિ યોજના માહિતી
યોજનાનું નામ | સુકન્યા સમૃદ્ધિ યોજના SSY |
યોજનાનો ઉદ્દેશ | દીકરીઓના ભવિષ્યને ઉજ્જવળ અને સુરક્ષિત બનાવવા |
લાભાર્થી | દેશની પાત્રતા ધરાવતી તમામ દીકરીઓ |
એકાઉન્ટ ક્યારે ખોલાવવાનું રહેશે? | પુત્રીની ઉંમર 10 વર્ષની થાય તે પહેલાં ખાતું ખોલાવવું પડશે. |
કેટલા રૂપિયા સુધી પ્રિમિયમ ભરી શકાય | રૂપિયા 250 થી રૂપિયા 1.5 લાખ સુધી |
Sukanya Samriddhi Yojana Interest Rate | રોકાણ પર 7.6% ના દરે વ્યાજ મળશે. |
Sukanya Samruddhi Yojana નો લાભ કોણ લઈ શકે?
- ભારતમાં રહેતી કોઈપણ દીકરી તેની ઉંમર 10 વર્ષ કરતા ઓછી છે તે સુકન્યા સમૃદ્ધિ યોજના નો લાભ લઇ શકે છે.
- એક કન્યા એક જ ખાતું ખોલાવી શકાય છે એક પરિવારમાં વધુમાં વધુ બે ખાતા ખોલાવી શકાય છે
- અપવાદરૂપે જો જોડિયા બાળકોમાં બંને બાળકી હોય તો આવા અપવાદમાં તમે બંને નું ખાતું ખોલાવી શકો છો.
- પોસ્ટ ઓફિસ અથવા વિકૃત બેંકોની શાખાઓમાં ખાતુ ખોલાવી શકાય છે ખાતુ ખોલાવવાની ઓછામાં ઓછી 250 રૂપિયા થી ખાતું ખોલાવી શકાય છે.
- માતા પિતા બંનેમાંથી કોઈ પણ એક ખાતું ખોલાવી શકે છે જો માતા-પિતા હયાત ના હોય તો કાનૂની વાલી પણ ખાતું ખોલાવી શકે છે.
- 10 વર્ષની વય થયા પછી દીકરી જાતે જ ખાતુ ચલાવી શકે છે.
- સુકન્યા સમૃદ્ધિ યોજના નું બેન્ક એકાઉન્ટ ટ્રાન્સફર એક જગ્યાએથી બીજી જગ્યાએ કરાવી શકો છો.
Sukanya Samruddhi Yojana જરૂરી દસ્તાવેજો
- બાળકી નું જન્મ પ્રમાણપત્ર
- માતા-પિતા વાલીનો સરનામાનો પુરાવો
- માતા પિતા વાલીનું ઓળખનો પુરાવો
- બાળક અને માતા પિતા વાલીના ત્રણ ફોટા
- પાનકાર્ડ અને માતા-પિતા વાલીની આધાર કાર્ડ ની ઝેરોક્ષ
સુકન્યા સમૃદ્ધિ યોજનાની પ્રક્રિયા
- આ યોજનાથી તમે વર્ષે ઓછામાં ઓછું રૂ. 250 અને વધુમાં વધુ 1,50,000 રૂપિયા સુધી જમા કરાવી શકો છો.
- તમે વર્ષ દરમિયાન જ્યારે પણ ઇચ્છો ત્યારે પૈસા જમા કરાવી શકો છો.
- આ યોજના પીપીએફ યોજના જેવી છે. એટલું જ નહીં આ યોજના પીપીએફ કરતા વધુ વ્યાજ આપે છે.
- જો તમે કોઇ વર્ષે પૈસા જમા કરાવાનું ભૂલી જશો. તો તમારે 50 રૂપિયાની પેનલ્ટી ભરવી પડશે.
- જો તમે દિકરીનાં 18 વર્ષે લગ્ન કરાવા માંગતા હોવ તો તમે પ્રી-મેચ્યોર ફેસિલિટી હેઠળ નાણાં નીકાળી શકશો.
- જો તમારી બે દીકરીઓ હોય તો તમે બે એકાઉન્ટ ખોલાવી શકો છો. પણ જો બે થી વધારે છોકરીઓ હોય તો તમે વધુમાં વધુ માત્ર 2 જ એકાઉન્ટ ખોલી શકો.આમાં પૈસા જમા કરવાની ઓનલાઇન સુવિધા પણ ઉપલબ્ધ છે.
- આ યોજના પર તમે કોઇ પ્રકારનો દેવું નહીં લઇ શકો.
- માતા પિતા કે ગાર્ડિયન કન્યા માટે ” સુકન્યા સમૃધ્ધિ યોજના ” અંતર્ગત પોસ્ટ ઓફિસમાં ખાતું ખોલાવી શકે છે. આ યોજનામાં 2-12-2003ના રોજ અથવા ત્યાર બાદ જન્મેલી કન્યાનું ખાતું ખોલાવી શકાય છે. અને માતા અને પિતા ગાર્ડિયન તરીકે ખાતું ખોલાવી શકે છે. અનાથ કન્યાના કિસ્સામાં કોર્ટ દ્વારા નિમાયેલા ગાર્ડિયન ખાતું ખોલાવી શકે છે. આ યોજના હેઠળ એક કુટુંબ માંથી વધુ માં વધુ બે કન્યાઓનું ખાતું ખોલાવી શકાય છે. અને ઓછામાં ઓછા રૂપિયા એક હજારથી ખાતું ખોલાવ્યા બાદ એક નાણાકીય વર્ષમાં રૂપિયા 100ના ગુણાંકમાં વધુ માં વધુ 1 લાખ 50 હજાર જમા કરાવી શકાય છે તેમ નાનપુરા પોસ્ટ ઓફિસના સુપ્રિન્ટેડન્ટ આર એમ પટેલે જણાવ્યું હતું.
SSY સુકન્યા સમૃદ્ધિ યોજના કેવી રીતે ખોલશો ખાતું?
તમે તમારા નજીકના પોસ્ટ ઓફિસમાં જાવ અને ત્યાં જઇને Sukanya Samruddhi Yojana નું ફોર્મ ભરો. તે સિવાય તમે ઇન્ટરનેટ કે ઇન્ડિયા પોસ્ટની વેબસાઇટથી પણ આ ફોર્મ ડાઉનલોડ કરી શકો છો. દીકરીનો ફોટોગ્રાફ લવાગીને ફોર્મ ભરો અને તેને પોસ્ટ ઓફિસમાં જમા કરાવો. બની શકે કે અમુક આંતરિળાય પોસ્ટ ઓફિસના અધિકારી તમને આવી કોઇ સ્કીમ નથી તેવું પણ કહે. તો થોડી રાહ જુઓ આ યોજનાને ત્યાં પહોંચવા દો.
- ફોર્મ ભરી તેની પર યોગ્ય હસ્તાક્ષર કરો. .
- પોતાનું આઇ ડી અને એડ્રેસ પ્રુફની ફોટોકોપી અટેચ કરો દિકરીનું જન્મ પ્રમાણ પત્રની કોપી પણ જોડો.
- પોતાના અને પોતાની પુત્રીના બે-બે પાસપોર્ટ સાઇઝ ફોટો લગાવો.
સુકન્યા સમૃદ્ધિ યોજના ના ફાયદાઓ
- સરકાર સૌથી વધારે વ્યાજ દર પી.પી.એફ એકાઉન્ટમાં આપતી હોય છે જે સુકન્યા સમૃદ્ધિ યોજનામાં પી.પી.એફ એકાઉન્ટ થી વધારે વ્યાજ દર આપે છે
- ભારત સરકાર વાર્ષિક ધોરણે વ્યાજ દરની જાહેરાત કરશે એટલે કે દર વર્ષે અલગ વ્યાજ દર હોઈ શકે છે
- બાળકી ની ઉંમર 18 વર્ષની થાય ત્યારે ૫૦ ટકા સુધીની આંશિક ઉપાડ ની સુવિધા અને ૨૧ વર્ષની ઉંમર બાદ ખાતું બંધ કરી શકાય છે
- કલમ ૮૦-સી અંતર્ગત income tax માંથી કર રાહતનો લાભ મેળવી શકાય છે
- બાળકીના મૃત્યુના કિસ્સામાં એકાઉન્ટ બંધ થઈ જશે અને બેલેન્સ ની રકમ ઉપાડેલ વ્યાજની સાથે માતા-પિતા અથવા કાનૂની વાલીને ચૂકવવામાં આવશે
શા માટે Sukanya Samruddhi Yojana માં ખાતું ખોલાવવું જોઈએ ?
- રૂપિયા ૫૦ લાખ સુધી ની રકમ તમને મળી શકે છે
- Sukanya Samruddhi Yojana માં દર વર્ષે તમે 1,00,000/- રૂપિયાનું રોકાણ કરો છો તો તમારે કુલ ૧૪ લાખ રૂપિયાનું રોકાણ કરવાનું થશે જે આ ખાતા પર જો સરકાર 8.5% વાર્ષિક કમ્પાઉન્ડના હિસાબથી વ્યાજ આપે છે એવામાં ૨૧ વર્ષ બાદ જ્યારે ખાતું મેચ્યોર થઈ જશે તો તમારું રોકાણ 46,00,000/- આસપાસ થઇ જશે વાર્ષિક 1,50,000/- જમા કરાવવા પર રૂપિયા 70,23,249/- તમને મળી શકે છે
- સરકાર શ્રી વ્યાજ દરમાં ફેરફાર કરી શકે છે જે વ્યાજ દર અમુક સમયે બદલાતો રહે છે.
સુકન્યા સમૃદ્ધિ યોજના કેલ્ક્યુલેટર
કેલ્ક્યુલેટર પાકતી મુદતનું વર્ષ નક્કી કરવામાં અને પાકતી મુદતની રકમની ગણતરી કરવામાં મદદ કરે છે. ટૂંકમાં, તે સમય જતાં રોકાણની વૃદ્ધિ નક્કી કરવામાં મદદ કરે છે. નીચે કેટલીક મુખ્ય વિગતો છે જે તમારે ગણતરીઓ કરવા માટે દાખલ કરવાની જરૂર છે:
- છોકરીની ઉંમર દાખલ કરો
- કરેલા રોકાણની રકમ (તમે મહત્તમ રૂ. 1.5 લાખનું રોકાણ કરી શકો છો)
- વર્તમાન વ્યાજ દર
- છોકરીઓની ઉંમર
- રોકાણનો પ્રારંભ સમયગાળો
છોકરી 21 વર્ષની થાય ત્યાં સુધી કેલ્ક્યુલેટર તમને પાકતી મુદતની રકમનો અંદાજ સરળતાથી આપે છે.
Sukanya Samruddhi Yojana રોકાણ ગણતરી સમજ
ધારો કે શ્રીમતી સીમા રૂ.ની રકમ સાથે Sukanya Samruddhi Yojana માં રોકાણ કરવાની યોજના ધરાવે છે. 3,000 છે. પુત્રી હાલમાં 5 વર્ષની છે અને તે 21 વર્ષની થાય ત્યાં સુધી રોકાણ ચાલુ રહેશે. તેથી, વર્તમાન વ્યાજ દર 7.6% p.a. સાથે, અહીં ગણતરી છે:
- કુલ રોકાણની રકમ: રૂ. 45,000 છે
- પરિપક્વતા વર્ષ: 2024
- કુલ વ્યાજ દર: રૂ. 86,841 પર રાખવામાં આવી છે
- પરિપક્વતા મૂલ્ય: રૂ. 1,31,841 છે
Sukanya Samruddhi Yojana SBI બેંક ફોર્મ | અહીં ક્લિક કરો |
Sukanya Samruddhi Yojana પોસ્ટ ઓફિસ ફોર્મ | અહીં ક્લિક કરો |
હોમ પેજ | અહીં ક્લિક કરો |