Tadpatri Sahay Yojana | તાડપત્રી સહાય યોજના: I kedhut Portal: સરકાર દ્વારા ખેડૂતો ને આર્થીક રીતે સહાય કરવા માટે ઘણી સહાયકારી યોજનાઓ ચલાવવામા આવે છે. I kedhut Portal પર વિવિધ સબસીડી યોજનઓ માટે ઓનલાઇન અરજીઓ માટે પોર્ટલ ખુલ્લુ મૂકવામા આવશે. જેમા સૌથી અગત્યની એવી તાડપત્રી માટે ઓનલાઇન અરજીઓ થનાર છે. તાડપત્રી ની ખરીદી માટે સબસીડી સરકાર દ્વારા આપવામા આવે છે. આ યોજનામ ઓનલાઇન અરજી કેમ કરવી ? કયા ડોકયુમેન્ટ જોઇએ તેની માહિતી આ પોસ્ટમા મેળવીશુ.
રાજ્યના ખેડુતોને ખેતીવાડી ખાતાના તાડપત્રી, પંપસેટ, પાક સંરક્ષણ સાધનો, વોટર કેરીંગ પાઇપલાઇન, જેવા ઘટકો માટે સબસીડી મેળવવા માટે I kedhut Portal ખુલ્લુ મૂકવામા આવશે. વધુ મા આ વર્ષે ઓનલાઇન અરજીઓ મંગાવવા માટે જે તે તાલુકાના લક્ષ્યાંક કરતા 110 % અરજીઓ થતા વહેલા તે પહેલા ના ધોરણે લાભ આપવામા આવનાર છે.છે. આ યોજનાઓ માટે સબસીડી નો લાભ લેવા માંંગતા હોય તો ઓનલાઇન અરજી કરવાની રહેશે અને ઓનલાઇન અરજીની નકલ પોતાની પાસે રાખવાની રહેશે.
તાડપત્રી સહાય યોજના|Tadpatri Sahay Yojana
યોજનાનું નામ (Scheme Name) | તાડપત્રી સહાય યોજના|Tadpatri Sahay Yojana |
આર્ટીકલ પ્રકાર | સરકારી યોજના I kedhut Portal |
લાભાર્થી | ગુજરાતના ખેડૂતો |
યોજનાનો ઉદ્દેશ | ખેડૂતોને સબસીડી દ્વારા સાધન સહાય મળી રહે |
Offical Website | https://ikhedut.gujarat.gov.in/ |
તાડપત્રી સહાય યોજના જરૂરી ડોકયુમેન્ટ
તડપત્રી સબસીડી સહાય યોજના માટે ઓનલાઇન અરજી કરવા માટે નીચે મુજબના ડોકયુમેન્ટની જરૂરીયાત રહે છે.
- ખેડૂતના આધાર કાર્ડની નકલ
- ખેડૂતના 7/12 અને 8-અ ની નકલ
- ખેડૂતની રેશનકાર્ડની નકલ
- સંયુક્ત ખાતેદાર હોય તો તેની નકલ
- ખેડૂત આત્મા નુ રજીસ્ટ્રેશન ધરાવતો હોવો જોઈએ તેની વિગતો.
- ખેડૂતના બેંક ખાતાની પાસબુક.
- હજી ખેડૂતે દૂધ મંડળીનો સભ્ય હોય તો તેની નકલ
તાડપત્રી સહાય યોજનાની પાત્રતા માપદંડ
- Government of Gujarat ના ખેતીવાડી વિભાગ દ્વારા આ Tadpatri Sahay Yojanaનો ખેડૂતોને સબસીડી લાભ આપવામાં આવે છે. આ યોજના માટે કેટલીક પાત્રતા ધોરણો નક્કી થયેલા છે. જે નીચે મુજબ છે.
- ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી આધાર બદલી સહાય યોજનાનો જો ગુજરાતના ખેડૂત મિત્રો આ યોજનાનો લાભ લેવા માંગે તો તેમને નીચે આપેલી પાત્રતા તેમજ આઇ ખેડૂત પોર્ટલ દ્વારા આ યોજના હેઠળ નક્કી કરવામાં આવેલા નિયમોનું સમયસર પાલન થવું જરૂરી છે.
- અરજી કરનાર વ્યક્તિએ ગુજરાતમાં રહેતો હોવો જોઈએ અને તે નિયત પાત્રતા ધરાવતા ખેડૂત હોવા જોઈએ.
- જે પણ ખેડૂત યોજના માટે અરજી કરે છે તે ગુજરાત રાજ્યમાં તેની જમીન તેમજ તેના નો સીમાંત ખેડૂત હોવા જરૂરી છે.
- ગુજરાતનો ખેડુત તાડપત્રી સહાય યોજનાનો આજીવન વધુમાં વધુ ત્રણ વાર લાભ લઇ શકે છે.
- જે પણ વ્યક્તિ આ આ તાડપત્રી સહાય યોજનાનો લાભ લેવા માંગે છે તેમને ઘરે બેઠા ઓનલાઇન અરજી કરવી જરૂરી છે. જે અરજી એ I kedhut Portalપરથી ઓનલાઇન અરજી કરવાની રહેશે.
- આમ ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી આ તાડપત્રી સહાય સબસીડી યોજનાનો લાભ લેવા માટે ગુજરાતના ખેડૂતોએ ઓનલાઇન અરજી કરવાની રહે છે જે I kedhut Portal પરથી ઓનલાઇન અરજી કરી શકાશે.
Tadpatri Sahay Yojana માટે ઓનલાઇન અરજીઓ વહેલા તે પહેલા ના ધોરણે લાભ મળવાપાત્ર હોય તમે જો આ યોજના માટે લાભ મેળવવા માંગતા હોય તો ઓનલાઇન અરજી શરૂ થતા જ ઓનલાઇન અરજી કરી દેવી જોઇએ. લક્ષ્યાંક કરતા 110 % જેટલી અરજીઓ થતા તે ઘટક માટે ઓનલાઇન અરજી કરવાનુ બંધ થઇ જતુ હોય છે.
તાડપત્રી સહાય યોજના મળવાપાત્ર લાભ
- AGR-14: આ યોજનામા અનુસુચિત જનજાતીનાં ખેડૂતો માટે તાડપત્રીની ખરીદ કિંમતના ૭૫ % અથવા રૂા.૧૮૭૫/- બેમાંથી જે ઓછું હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ બે નંગ મળવાપાત્ર છે.
- AGR-2: સામાન્ય ખેડૂતો માટે તાડપત્રીની ખરીદ કિંમતના ૫૦ % અથવા રૂા ૧૨૫૦/- બે માંથી જે ઓછું હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ બે નંગ ની સહાય મળવાપાત્ર છે.
- AGR-4: અનુસુચિત જાતીનાં ખેડૂતો માટે તાડપત્રીની ખરીદ કિંમતના ૭૫ % અથવા રૂા.૧૮૭૫/- બે માંથી જે ઓછું હોય તે.ખાતા દીઠ વધુમાં વધુ બે નંગ મળવાપાત્ર છે.
- AGR-3: અનુસુચિત જનજાતીનાં ખેડૂતો માટે તાડપત્રીની ખરીદ કિંમતના ૭૫ % અથવા રૂા.૧૮૭૫/- બેમાંથી જે ઓછું હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ બે નંગ ની સહાય મળવાપાત્ર છે.
- NFSM (Oilseeds and Oil Palm): તાડપત્રીની ખરીદ કિંમતના ૫૦ % અથવા રૂા ૧૨૫૦/- બે માંથી જે ઓછું હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ બે નંગ ની સહાય મળવાપાત્ર છે.
Tadpatri Sahay Yojana અગત્યની લીંક
Tadpatri Sahay Yojana ઓનલાઇન અરજી | અહિં ક્લીક કરો |
હોમ પેજ | અહિં ક્લીક કરો |