Talati Exam Sammati Patra 2023: તલાટી પરીક્ષાનું સંમતિ ફોર્મ જાહેર, ફોર્મ ભરો ઓનલાઇન

Talati Exam Sammati Patra: ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ (GPSSB) દ્વારા યોજાનાર તલાટી મંત્રી પરીક્ષા 2023 (Talati Exam 2023) તારીખ 07-05-2023 ના રોજ યોજાનાર છે. સંસાધનોનો ખોટો ઉપયોગ ન થાય તે માટે સરકારે નવો નિર્ણય લીધો છે, પહેલા ઉમેદવારો પાસેથી કન્ફર્મેશન લેવામાં આવશે, જે કન્ફર્મેશન આપશે તેમની જ પરીક્ષા લેવામાં આવશે.

જે ઉમેદવારોએ તલાટી કમ મંત્રીની ભરતી પરીક્ષા માટે ફોર્મ ભર્યું છે, તેમના માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. તલાટીની પરીક્ષાના ઉમેદવારોની આજથી કન્ફર્મેશન પ્રક્રિયા શરૂ થવા જઈ રહી છે. OJAS Talati Exam Confirmation 2023 જેઓ આ પરીક્ષા આપવા માંગે છે, તેઓએ કન્ફર્મેશન કરાવવું ફરજિયાત છે. કેન્ફર્મેશન ન આપનારા ઉમેદવારો પરીક્ષા આપી શકશે નહીં.

Talati Exam Sammati Patra 2023

સંસ્થાગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ (GPSSB)
જગ્યાનુ નામતલાટી કમ મંત્રી
Talati Exam date 20237 મી મે, 2023
આર્ટીકલ પ્રકારતલાટી પરીક્ષા કન્ફર્મેશન
ઓફીસીયલ વેબસાઇટgpssb.gujarat.gov.in

તલાટી પરીક્ષા સંમતિપત્ર | Talati Exam Sammati Patra

GPSSB દ્વારા આજે એક નોટીફીકેશન બહાર પાડી તલાટીનુ ફોર્મ ભરેલ ઉમેદવારોને એક કંફર્મેશન આપવા માટે જણાવ્યુ હતુ. તલાટી ની પરીક્ષામાં જેટલા ઉમેદવારો ભાગ લેવા માગતા હોય અને જે ઉમેદવારો આ કંફર્મેશન ઓનલાઇન આપશે તેટલા જ ઉમેદવારો માટે વ્યવસ્થા ગોઠવવામાં આવશે જેથી બિનજરૂરી વ્યય ન થાય અને પરીક્ષાની સારી વ્યવસ્થા ગોઠવી શકાય તે માટે જે ઉમેદવારો પરીક્ષા આપવા માગતા હોય તેમનું અગાઉથી સંમતિ પત્રક મેળવવામાં આવશે. તલાટી પરીક્ષા આપવા માંગતા દરેક ઉમેદવારોએ આ કંફર્મેશન આપવુ જરૂરી છે. આ કંફર્મેશન ઓનલાઇન આપવાનુ રહેશે. તલાટી પરીક્ષા માટે કંફર્મેશન ઓનલાઇન કેમ આપવુ તેના સ્ટેપ જોઇએ.

  • તલાટી પરીક્ષા માટે કંફર્મેશન આપવા માટે સૌ પ્રથમ OJAS વેબસાઇટ ઓપન કરો.
  • ત્યારબાદ તેમાં નોટિસ બોર્ડ પર જાઓ.
  • તલાટી પરીક્ષાની સંમતિ પત્રક ભરવા માટેની લીંક પર ક્લિક કરો
  • સિલેક્ટ જોબમાં તલાટી કમ મંત્રી પરીક્ષા સિલેક્ટ કરો
  • તેમાં તમારો કન્ફર્મેશન નંબર અને તમારી જન્મ તારીખ નાખો
  • અને ત્યારબાદ ઓકે પર ક્લિક કરી સંમતિ પત્ર રજીસ્ટર કરો

અગત્યની લીંક

તલાટી પરીક્ષા કંફર્મેશન નોટીફીકેશનઅહીં ક્લિક કરો
GPSSB ઓફીસીયલ વેબસાઇટઅહીં ક્લિક કરો
તલાટી પરીક્ષા સંમતિપત્ર OJASઅહીં ક્લિક કરો

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!