Vahali Dikri Yojana: વ્હાલી દીકરી યોજના, જાણો અરજી પક્રિયા અને ડોક્યુમેન્ટ યાદી

Sponsored Ads

વ્હાલી દીકરી યોજના (ફોર્મ, માહિતી, ડોક્યુમેન્ટ, સંપર્ક કચેરી, official website, PDF Form Download) | Vahali Dikri Yojana in Gujarati | Gujarat Vahali Dikri Yojana | wcd gujarat | wcd gujarat vahli dikri yojana | વ્હાલી દીકરી લગ્ન યોજના | લાડકી દીકરી યોજના |

ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી વહાલી દીકરી યોજના નો મુખ્ય હેતુ એ છે કે જ્યારે પરિવારમાં દીકરીનો જન્મ થાય તેમને આર્થિક રીતે સહાય આપવામાં આવે છે.આ સહાય એ એક લાખની દસ રૂપિયા સુધી આપવામાં આવે છે અને આ સહાય એ આમ ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી વહાલી દીકરી યોજના નો મુખ્ય હેતુ એ છે કે જ્યારે પરિવારમાં દીકરીનો જન્મ થાય તેમને આર્થિક રીતે સહાય આપવામાં આવે છે.આ સહાય એ એક લાખને દસ હઝાર રૂપિયા (1,10,000) સુધી આપવામાં આવે છે અને આ સહાય એ ત્રણ હપ્તામાં આપવામાં આવે છે.

Sponsored Ads

વ્હાલી દીકરી યોજના બેટી બચાઓ બેટી પઢાઓ અભિયાન અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે. આ યોજના દ્વારા દીકરીઓના જન્મ દરમાં વધારો કરવો, દીકરીના માતા પિતાની આર્થિક સ્થિતિ માં સુધારો કરવા અને દીકરીને ઉચ્ચ અભ્યાસ આર્થિક રીતે મદદ કરવા માટે આ યોજના અમલમાં મૂકી છે. આ યોજના અંતર્ગત દીકરીને 3 હપ્તામાં સહાયની રકમ ચુકવવામાં આવે છે. દીકરી જ્યારે ધોરણ 1 માં પ્રવેશ કરે ત્યારે 4 હજાર રૂપિયા નો પ્રથમ હપ્તો, દીકરી ધોરણ 9 એટલે કે માધ્યમિક શાળામાં પ્રવેશ કરે ત્યારે રૂપિયા 6 હજારનો બીજો હપ્તો અને દીકરી ના 18 વર્ષ પૂર્ણ થાય ત્યારે ઉચ્ચ અભ્યાસ કરવા માટે દીકરીને 1 લાખ રૂપિયાની સહાય આપવામાં આવે છે. આમ, કુલ દીકરીને 1 લાખ 10 હજાર રૂપિયા ની કુલ સહાય સરકાર દ્વારા આપવામાં આવે છે.

વ્હાલી દીકરી યોજના| Vahali Dikri Yojana

યોજનાનું નામવ્હાલી દીકરી યોજના
વિભાગનું નામમહિલા અને બાળ વિકાસ વિભાગ, ગુજરાત રાજ્ય
રાજ્યગુજરાત
અરજી પક્રિયાઓફલાઇન
લાભ કોને મળશે2/08/2019 બાદ જન્મ થયેલ દીકરીઓને
યોજના નો ઉદ્દેશદિકરીઓનું જન્મ પ્રમાણપત્ર વધારવું
સહાયની રકમરૂ.1 લાખ 10 હજાર

વ્હાલી દીકરી યોજના ના ઉદ્દેશ

  • દિકરીઓનું જન્મનું પ્રમાણ વધારવું
  • દીકરીઓનો શિક્ષણમાં ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવો
  • દીકરી/સ્ત્રીઓનું સમાજમાં સર્વાંગી સશક્તિકરણ કરવું.
  • બાળ લગ્ન અટકાવવા

વ્હાલી દીકરી યોજના પરિપત્ર

મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગુજરાત રાજ્ય દ્વારા તારીખ 31/07/2019 ના રોજ વ્હાલી દીકરી યોજના નો ઓફિશિયલ પરિપત્ર કરીને આ યોજનાનો અમલ સમગ્ર રાજ્યમાં કરવામાં આવ્યો હતો. રાજ્યમાં દિકરીઓનું શિક્ષણ સુધરે, બાળ લગ્નમાં ઘટાડો થાય તેમજ સમાજમાં સર્વાંગી સશક્તિકરણ કરણ થાય એ ઉદ્દેશ થી આ યોજના ને શરુ કરવામાં આવી છે.

વ્હાલી દીકરી યોજના લાભાર્થીની પાત્રતા

  • તારીખ 02/08/2019 બાદ જન્મ થયેલ દીકરીઓને આ યોજનાનો લાભ મળશે.
  • દંપતી ની વધુમાં વધુ 2 દીકરીઓને આ યોજના નો લાભ મળશે.
  • દંપતીની પ્રથમ અને દ્વિતીય દીકરી બંનેને લાભ મળવાપાત્ર થશે, પરંતુ દ્વિતીય દીકરી પછી સંતતિ નિયમનનું ઓપરેશન કરાવેલું હોવું જોઈએ.
  • પ્રથમ દીકરો અને બીજી દીકરી હોય તો બીજી દીકરીને સહાય મળવાપાત્ર થશે. પરંતુ બીજી દિકરી પછી સંતતિ નિયમનનું ઓપરેશન કરાવેલું હોવું જોઈએ.
  • પ્રથમ દીકરી અને બીજી બંને દીકરી (જોડિયા) કે તેથી વધુ સાથે જન્મવવાના અપવાદરૂપ કિસ્સામાં તમામ દીકરીઓને આ યોજના નો લાભ મળવા પાત્ર થશે. પરંતુ દ્વિતીય દિકરી પછી સંતતિ નિયમનનું ઓપરેશન કરાવેલું હોવું જોઈએ.

વ્હાલી દીકરી યોજના મળવાપાત્ર લાભ

વ્હાલી દીકરી યોજનામાં દીકરીને ત્રણ હપ્તામાં સહાય ચુકવવામાં આવશે,જે નીચે મુજબ છે..

Sponsored Ads
  • પ્રથમ હપ્તો: દીકરીઓના પ્રથમ ધોરણમાં પ્રવેશ વખતે રૂપિયા 4000/- મળવાપાત્ર થશે.
  • બીજો હપ્તો: દીકરી નવમા ધોરણમાં પ્રવેશ કરે ત્યારે રૂપિયા 6000/- ની સહાય મળવાપાત્ર થશે.
  • ત્રીજો હપ્તો: 18 વર્ષની ઉંમરે ઉચ્ચ શિક્ષણ/લગ્ન સહાય તરીકે રૂપિયા 1 લાખ ની સહાય મળવાપાત્ર થશે, પણ દીકરીના બાળલગ્ન થયેલા ન હોવા જોઈએ.

વ્હાલી દીકરી યોજના ફોર્મ

વ્હાલી દીકરી યોજના નું ફોર્મ આંગણવાડી કેન્દ્ર/સીડીપીઓ કચેરી/ગ્રામ પંચાયત તથા મહિલા અને બાળ વિકાસ અધિકારી શ્રી ની કચેરી માં વિનામૂલ્યે આપવામાં આવશે. જે લાભાર્થી આ યોજના નું ફોર્મ ભરવા માંગે છે તે ઉપર આપેલ કોઈપણ કચેરીમાં થી વિનામૂલ્યે ફોર્મ લઈને આ યોજના માટે ઓફલાઇન અરજી કરી શકે છે.

વ્હાલી દીકરી યોજના ડોક્યુમેન્ટ યાદી

  • દીકરીનું જન્મનું પ્રમાણપત્ર
  • માતા પિતાનું આધારકાર્ડ
  • માતાના જન્મનું પ્રમાણપત્ર
  • માતાપિતા ની વાર્ષિક આવકનું પ્રમાણપત્ર
  • કુટુંબમાં જન્મેલા અને હયાત હોય તેવા બાળકોના જન્મના દાખલા
  • સંતતિ નિયમનનું પ્રમાણપત્ર (બીજું બાળક હોય ત્યારે)
  • નિયત નમુનાનું સક્ષમ અધિકારી જોડે કરેલ દંપતી નું સોગંદનામું

વ્હાલી દીકરી યોજના અરજી પક્રિયા

વ્હાલી દીકરી યોજના નો લાભ લેવા માટે લાભાર્થી એ નજીકના આંગણવાડી કેન્દ્ર કે ગ્રામ પંચાયત અથવા સીડીપીઓ કચેરી કે મહિલા બાળ વિકાસ ની કચેરીમાંથી ઓફલાઇન ફોર્મ વિનામૂલ્યે મેળવી શકે છે. ફોર્મ માં માંગેલી તમામ વિગતો સચોટ રીતે ભરી ને જરૂરી ડોક્યુમેન્ટ જોડીને આંગણવાડી કેન્દ્ર અથવા નજીકની લાગુ પડતી કચેરીમાં જમા કરવાવવાનું રહેશે. અરજી કર્યાના 15 દિવસ માં અરજદાર ને અરજી મંજુર થઈ કે નહીં તેની જાણ કરવાની રહેશે.

વ્હાલી દીકરી યોજના પરિપત્રઅહીં ક્લિક કરો
વ્હાલી દીકરી યોજના ફોર્મઅહીં ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો

Leave a Comment